રૂપિયા 50ના દરની 5644 બનાવટી ચલણી નોટ ઝડપાઇ, સુરતનો શ્રોફ અંક્લેશ્વરમાંથી ઝડપાયો

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરમાંથી રૂપિયા 2.82 લાખની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી સુરતના શ્રોફની ધરપકડ કરી છે. પ્રથમ વાર રૂપિયા 50ના દરની બનાવટી ચલણી નોટ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ૫૦ રુ.ની નોટ માટે લોકો ખાસ ચોકસાઈ રાખતા ન હોવાના કારણે ૫૦ રૂપિયાની બનાવતી ચલણી નોટ છાપી તેને વટાવવામાં આવતી હતી. ભરૂચ […]

રૂપિયા 50ના દરની 5644 બનાવટી ચલણી નોટ ઝડપાઇ, સુરતનો શ્રોફ અંક્લેશ્વરમાંથી ઝડપાયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 18, 2020 | 9:30 PM

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરમાંથી રૂપિયા 2.82 લાખની બનાવટી ચલણી નોટ ઝડપી પાડી સુરતના શ્રોફની ધરપકડ કરી છે. પ્રથમ વાર રૂપિયા 50ના દરની બનાવટી ચલણી નોટ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ૫૦ રુ.ની નોટ માટે લોકો ખાસ ચોકસાઈ રાખતા ન હોવાના કારણે ૫૦ રૂપિયાની બનાવતી ચલણી નોટ છાપી તેને વટાવવામાં આવતી હતી.

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યોને બાતમી મળી હતી કે એક ઈસમ બનાવટી ચલણી નોટ સાથે અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ખરીદી કરવા આવનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી બાઈક પર એક ઈસમ આવતા તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ચલણી નોટ ભરેલ બેગ મળી આવી હતી. પોલીસે ચલણી નોટની ખરાઈ કરતા તે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પોલીસે સુરતના મોરથાણા ગામે રહેતા જીગ્નેશ રાણીંગા નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 2.82 લાખની કિંમતની 50ના દરની 5644 બનાવટી ચલણી નોટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પુછ્તાચ્માં આરોપીએ જાતે જ આ ચલણી નોટ બનાવી હોવાનું બહાર આવ્યું છે.

અત્રે મહત્વપૂર્ણ છે કે સામાન્યતઃ: રૂપિયા 500 અને 2000ની ચલણી નોટનું ડૂપ્લિકેશન થતું હોય છે ત્યારે પ્રથમ વાર રૂપિયા 50ના દરની બનાવતી ચલણી નોટ ઝડપાઇ છે. લોકો ૫૦ રૂપિયા જેવા નાના ચલણ માટે ખાસ ચોકસાઈ રાખતા ન હોવાથી આરોપીએ સરળતાથી ચલણ વહેતું કરવા નાના દરની નોટ બનાવી હતી. સિરિયલ નમ્બર બદલવા કોપ્યુટર ઉપર એકસાથે મોટા જથ્થામાં સ્કેન કરી નોટ બનાવી તેની પ્રિન્ટ કાઢી વટાવતો હતો.

અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ઘટના સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલું છ કે કેમ ? અને અન્ય ક્યાં ક્યાં નોટ વટાવવામાં આવી છે આવી છે? તે સહિતના પ્રશ્નનો જવાબ મેળવવા પૂછપરછ શરુ કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">