BHARUCH : માત્ર 10 રૂપિયા માટે થઇ કરપીણ હત્યા ,વાંચો ચોંકાવનારો કિસ્સો
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલસિંગ રાઠોડ આજે સવારના સમયે તેમના ઘર પાસે આવેલ ઝાડ પાસે બેઠા હતા એ દરમ્યાન તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ તેઓને માથાના ભાગે ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા.
ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની લેવડ દેવડ બાબતે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ઉધાર લીધેલા ૧૦ રૂપિયા માટે હત્યાના મામલાના પગલે પોલીસ દોડતી થઇ છે અને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મકતમપૂર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલ ટેકરા ફળિયામાં રહેતા 45 વર્ષીય સતપાલસિંગ રાઠોડ આજે સવારના સમયે તેમના ઘર પાસે આવેલ ઝાડ પાસે બેઠા હતા એ દરમ્યાન તેમની પાડોશમાં રહેતા દેવન વસાવાએ તેઓને માથાના ભાગે ધારિયાના ઘા મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. સ્થાનિકોએ તતકલીક દોડી આવી સત્પલને બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ આ દરમ્યાન તેને ૩ થી ૪ ઘા ઝીકી દેવાયા હોવાથી તે બેભાન થઇ ગયો હતો.
સ્થાનિકો હુમલાખોર દેવન વસાવાને પકડવાની કોશિશ કરતા લોકોને હુમલો કરવાનો ભય બતાવી તે ફરાર થઇ ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોહીલુહાણ સતપાલને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવા માટે ૧૦૮ ને મદદે બોલાવાઇ હતી. એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્તને લઈ હોસ્પિટલ પહોંચતા તબીબી તપાસ દરમ્યાન તેને મરયત ઘોષિત કરવામાં આવ્યો હતો.
આરોપી દેવન વસાવાએ મૃતક પાસે 10 રૂપિયા માંગ્યા હતા જે ન આપતા હત્યા કરાય હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી મામલાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયેલા હત્યારા દેવનને ઝડપી પાડવા આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : BHARUCH : ટેમ્પો ડ્રાઈવરોએ ટોળકી બનાવી અઢી કરોડના હીરાની લૂંટનું રચ્યું કાવતરું, બે ઝડપાયા 6 ફરાર