AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : ટેમ્પો ડ્રાઈવરોએ ટોળકી બનાવી અઢી કરોડના હીરાની લૂંટનું રચ્યું કાવતરું, બે ઝડપાયા 6 ફરાર

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા નૌસાદ અહેમદ મુસ્તાક અહેમદ કુરેશી અને અરશદખાન મુઝમ્મિલ કુર્દુસ ખાન નેશનલ હાઇવે ઉપર અઢી કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના સાગરીત છે.

BHARUCH : ટેમ્પો ડ્રાઈવરોએ ટોળકી બનાવી અઢી કરોડના હીરાની લૂંટનું રચ્યું કાવતરું, બે ઝડપાયા 6 ફરાર
Robbery Accused Arrested
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 2:34 PM
Share

ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર રૂપિયા ૨.૫ કરોડના હીરાની લૂંટના પ્રયાસના ગુનામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બે લૂંટારુઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રથી ગુજરાત માલસામાનની હેરફેર માટે આવતા ટેમ્પો ડ્રાઈવરોએ ટોળકી બનાવી લૂંટના ગુનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો. લૂંટારુઓએ લૂંટ કરવા રેકી અને પ્લાનિંગ કર્યું હતું પરંતુ ક્લીનર અને એક મુસાફરની જાંબાઝીએ લૂંટારૂઓને નિષ્ફ્ળ બનાવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા નૌસાદ અહેમદ મુસ્તાક અહેમદ કુરેશી અને અરશદખાન મુઝમ્મિલ કુર્દુસ ખાન નેશનલ હાઇવે ઉપર અઢી કરોડ રૂપિયાની લૂંટનો પ્રયાસ કરનાર ટોળકીના સાગરીત છે. આ બંને આરોપીઓને ભરૂચ કરાઈમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડયા છે. પૂછપરછમાં આ બન્નેએ સાગરીતોના નામ આપતા પોલીસે ટોળકીના વધુ ૬ લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

ટેમ્પો ડ્રાઈવરોએ લૂંટારુ ટોળકી બનાવી ભરૂચ કરાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે એન ઝાલાની ટીમ જયારે નૌસાદ અને અરશદ સુધી પહોંચી ત્યારે એક ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. આ બન્ને એ અન્ય સાગરીત હેહજાદ ખા, મકસુદ, મહેતાબ અને જાવેદ ના નામ આપ્યા ત્યારે તપાસ દરમ્યાન હકીકત બહાર આવી કે આ તમામ ટેમ્પ ચાલક છે. મહારાષ્ટ્રથી ગુજરાત ટેમ્પોના ફેરા મારતાં આ ડ્રાઈવરોએ ટોળકી બનાવી લૂંટનું પ્લાનિંગ કર્યું હતું.

૪ વર્ષથી આંગડિયા એકજ બસમાં ભાવનગરથી સુરત જાય છે લૂંટારૂઓને માહિતી મળી હતી કે છેલ્લા ૪ વર્ષથી ભાવનગરના ૪ થી ૫ આંગડિયા નિયમિત જય ગોપાલ ટ્રાવેલ્સની બસમાંજ ભાવનગરથી સુરત જાય છે. આ આંગડિયાઓ પાસે કરોડોની મત્તા હોવાનો તેમને વિશ્વાસ હતો. આંગડિયાઓ સાથે બસના તમામ મુસાફરોને લૂંટી લેવાનું પ્લાનિંગ કરાયું હતું. આંગડિયા બસમાં રોકડ અને હીરા સાથે મુસાફરી કરતા હોય છે.

બે જાંબાઝોએ લૂંટારૂઓને નિષ્ફ્ળ બનાવ્યા ૨૪ ઓગસ્ટ ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે.ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. બસમાં ૩ થી ૪ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે અઢી કરોડ રૂપિયાના હીરાની લૂંટ કરવા ટોળકીએ પ્રયાસ કર્યો હતો જેને બસના ક્લીનર શફીક અને એક મુસાફરે અનિલ ડાંગરે નિષ્ફ્ળ બનાવ્યો હતો.

અઢી કરોડના હીરાનીં લૂંટ અટકાવનારનું પોલીસ સન્માન કરશે : રાજેન્દ્રસિંહ ચુડાસમા , એસપી – ભરૂચ ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બે જાંબાઝોએ અઢી કરોડના લૂંટની ઘટના અટકાવી હતી. જીવ જોખમમાં મૂકી લૂંટારૂઓનો સામનો કરનાર બસના ક્લીનર શફીક અને ઈજાગ્રસ્ત મુસાફર અનિલ ડાંગરનું પોલીસ સન્માન કરશે અને પુરસ્કાર થકી તેમની બહાદુરીને બિરદાવવા સરકારને ભલામણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  બે જાંબાઝોએ અઢી કરોડની લૂંટના કારસાને નિષ્ફ્ળ બનાવ્યો, લૂંટારુઓએ કર્યું ફાયરિંગ પણ ટસના મસ ન થયા, જાણો શું છે ઘટના

આ પણ વાંચો : નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરિંગ, એક મુસાફર ઈજાગ્રસ્ત

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
g clip-path="url(#clip0_868_265)">