બેંગલુરુ પોલીસે અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની કરી ધરપકડ

|

Dec 15, 2024 | 9:19 AM

નિશા અને અનુરાગ પ્રયાગરાજમાં છુપાયેલા હતા. બેંગલુરુ પોલીસે માહિતી મળતાની સાથે જ બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, 14 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે નિકિતાની ગુરુગ્રામથી ધરપકડ કરી હતી.

બેંગલુરુ પોલીસે અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પત્ની, સાસુ અને સાળાની કરી ધરપકડ

Follow us on

અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે નિકિતા સિંઘાનિયા, અતુલ સુભાષની સાસુ અને નિકિતાની માતા નિશા અને અતુલ સુભાષનો સાળો અને નિકિતા સિંઘાનિયાના ભાઈ અનુરાગની ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસે નિકિતાની ગુરુગ્રામમાંથી ગઈકાલ 14 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. જ્યારે, નિકિતાની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગની યુપીના પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ત્રણેયને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાંથી ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

નિશા અને અનુરાગ પ્રયાગરાજમાં છુપાયેલા હતા. બેંગલુરુ પોલીસે માહિતી મળતાની સાથે જ બંનેની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, 14 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે નિકિતાની ગુરુગ્રામથી ધરપકડ કરી હતી. તે જ દિવસે નિકિતાની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગની પણ યુપીના પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પછી ત્રણેયને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાંથી ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. નિકિતાના કાકા સુશીલ સિંઘાનિયા હાલ ફરાર છે. પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે. જૌનપુર સહિત અનેક વિસ્તારોમાં સુશીલની શોધ ચાલી રહી છે.

એક મહિનો રોજ અખરોટ ખાવાથી જાણો શું થાય છે? દેખાશે આ બદલાવ
આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
Protein : નોનવેજ નથી ખાતા?! તો આ 5 વેજિટેરિયન ચીજોથી વધારો શરીરમાં પ્રોટીન
આજનું રાશિફળ તારીખ : 15-12-2024
Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો

અતુલ સુભાષે 9 ડિસેમ્બરે બેંગલુરુમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક કલાક કરતા વધુ લાંબો વીડિયો બનાવ્યો હતો. તેણે કહ્યું- મારા મૃત્યુ માટે પાંચ લોકો જવાબદાર છે. મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા, સાળો અનુરાગ, કાકા-સસરા સુશીલ અને રીટા કૌશિક. આ લોકોએ મને આત્મહત્યા કરવા મજબૂર કર્યો. છેલ્લા કેટલાક સમયથી મને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હવે મૃત્યુ મારો છેલ્લો વિકલ્પ છે. અતુલે 24 પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી.

Published On - 9:14 am, Sun, 15 December 24

Next Article