Breaking News : આતંકીઓના ફંડિંગને લઇ ATSએ તપાસ કરી તેજ, સોશિયલ મીડિયા પરની પોસ્ટ ડીલીટ કરાવી, જુઓ Video
ગુજરાત ATS એ અમદાવાદમાં ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં નવી તપાસ શરૂ કરી છે. આ તપાસમાં મુખ્ય ધ્યાન આતંકીઓના નાણાકીય સ્રોતો અને તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર છે.

ગુજરાત ATS એ અમદાવાદમાં ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં નવી તપાસ શરૂ કરી છે. આ તપાસમાં મુખ્ય ધ્યાન આતંકીઓના નાણાકીય સ્રોતો અને તેમની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર છે. પોલીસે 84 થી વધુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની માહિતી મેળવી છે અને તેમની સઘન તપાસ શરૂ કરી છે. આ એકાઉન્ટ્સમાંથી કેટલીક પોસ્ટ પણ ડિલીટ કરવામાં આવી છે. તપાસમાં ખાસ કરીને શબા પરવીણ અને મોહમ્મદ કેફ નામના બે વ્યક્તિઓના પાકિસ્તાન કનેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આતંકીઓના ફંડિંગની તપાસ
ATS ની તપાસમાં ખુલાસો થયો છે કે આતંકવાદીઓ 2024 થી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભડકાઉ ભાષણો અને વીડિયો પોસ્ટ કરીને જેહાદી પ્રવૃત્તિઓ માટે લોકોને ઉશ્કેરતા હતા. આતંકીઓ એકાઉન્ટમાં લોકોને જોડવા અને અન્ય લોકોનો સંપર્ક કરવા માટે સતત અપીલ કરતા હતા. પકડાયેલા ચારેય આતંકવાદીઓએ માર્ચ 2025 માં એક ગ્રુપ બનાવ્યું હતું અને તેમના મોબાઈલ ફોનની FSL તપાસ પણ ચાલી રહી છે.
આતંકવાદીઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની પણ શંકા છે. ATS ની તપાસમાં પાકિસ્તાન સાથેના સંબંધોનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. આ કેસ ગુજરાત રાજ્ય માટે ચિંતાજનક બની ગયો છે અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.
સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
મહત્વનું છે કે ઝડપાયેલા ચારેય આતંકીઓ 2024થી સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરતા હતા અને ગાંધીના ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનો કરતા હતા પ્રયાસ. આતંકીઓ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવીને વિવાદીત વીડિયો પોસ્ટ કરતા હતા અને વીડિયોના માધ્યમથી જેહાદી પ્રવૃતિઓ માટે લોકોને પ્રેરિત કરતા હતા. આ ચારેય આતંકીઓના મોબાઇલ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. તો તપાસમાં આતંકીઓ સોશિયલ મીડિયાના મારફતે દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.
આતંકીઓએ બનાલેવા ગ્રુપમાંથી તપાસ દરમિયાન આ ઓડિયો ક્લિપ એટીએસને હાથ લાગી છે. તો સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉર્દૂ અને અંગ્રેજીમાં લખાણ લખવામાં આવ્યું હતું. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે, તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે..
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો