GSSSB હેડક્લાર્કનું પેપર લીક થવાના કેસમાં પ્રિન્ટીંગ પ્રેસના સુપરવાઈઝર સહીત વધુ 3 આરોપીઓની ધરપકડ

GSSSB paper leak case : સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર અન્ય રાજ્યોમાં છાપવા આપવાને બદલે ગુજરાતમાં જ કેમ પેપર છાપવા માટે આપ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

GSSSB હેડક્લાર્કનું પેપર લીક થવાના કેસમાં પ્રિન્ટીંગ પ્રેસના સુપરવાઈઝર સહીત વધુ 3 આરોપીઓની ધરપકડ
GSSSB paper leak case
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Dec 19, 2021 | 8:44 PM

AHMEDABAD : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે નવો ખુલાસો થયો છે.હેડ ક્લાર્કનું પેપર સ્ટ્રોંગરૂમ માંથી નહીં પણ સાણંદ નજીક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે.હેડ ક્લાર્કનું પેપર ક્યાંથી લીક થયું તેને લઈને અનેક અટકળો ચાલતી હતી.પરંતુ આ અંગે પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસ દ્વારા પેપર લિકનું મૂળ શોધવા માટે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરવામાં આવી રહી હતી.જેમાં ખુલાસો થયો છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર જે પ્રિન્ટિંગ પ્રેસને છાપવા માટે આપ્યું હતું તે પ્રિન્ટીંગ પ્રેસના પ્રિન્ટ વિભગના સુપરવાઇઝર કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હતું.પોલીસે આ મામલે પ્રિન્ટીંગ પ્રેસના પ્રિન્ટ વિભાગના સુપરવાઇઝર કિશોર કાનદાસ આચાર્ય, દિપક મહેન્દ્ર પટેલ અને મંગેશ શશીકાંત શિરકેની ધરપકડ કરી છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે પોલીસે આ સમગ્ર કૌભાંડના વોન્ટેડ આરોપી દેવલ પટેલના સંપર્કમાં આવેલા હાથીજણમાં રહેતા દિપક પટેલની ઓળખ કરી તેમની પૂછપરછ કરી.પૂછપરછમાં સામે આવ્યું કે દિપક પટેલે નરોડામાં રહેતા મંગેશ શીરકે પાસેથી 9 લાખ રૂપિયામાં પેપર લીધું હતું અને 9 ડિસેમ્બરના રોજ દેવલ પટેલ તથા જયેશ પટેલને પેપર આપ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ત્યાર બાદ પોલીસે મંગેશની અટકાયત કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે મંગેશ શિરકેએ આ પેપર તેમની પત્નીના કૌટુંબિક કાકા કિશોર આચાર્ય પાસેથી પેપર મેળવ્યું હતું.પોલીસે કિશોર આચાર્યની અટકાયત કરી પૂછપરછ કરતા કિશોર આચાર્ય સાણંદ નજીક આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.કિશોર આચાર્યએ સ્વીકાર્યું છે કે તેમણે આ પેપર પ્રેસ માંથી ખાનગી રીતે કાઢી મંગેશ શિરકે અને અન્ય એક બે લોકોને પેપર આપ્યું હતું.

પોલીસે મંગેશ શીરકે પાસેથી 7 લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે.દિપક પટેલ હાથીજણનો રહેવાસી છે અને સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે.જ્યારે વોન્ટેડ આરોપી દેવલ પટેલ પણ સિંગરવા હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને દિપક પટેલના સંપર્કમાં હતો.જ્યારે મંગેશ શિરકે મીઠાખળી આવેલી એચસીજી હોસ્પિટલમાં નોકરી કરે છે..પેપર અન્ય એક બે જગ્યાએ આપ્યું હોવાનું સામે આવ્યું છે..તેની પોલીસ તપાસ કરી રહી છે.

પેપરના પ્રિન્ટીંગ માટે ગૌણ સેવા મંડળ અને પ્રિન્ટીંગ પ્રેસ વચ્ચે થયેલા કોન્ટ્રાકટનો પોલીસ અભ્યાસ કરી રહી છે.કઇ કઇ શરતોને આધારે મંડળે પ્રિન્ટીંગ પ્રેસને પેપર છાપવા માટે આપ્યું હતું તેની તપાસ ચાલી રહી છે.પોલીસ ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી માહિતી એકઠી કરી અભ્યાસ કરી રહી છે.

આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે જે પણ ગુનેગારો છે તેમને છોડવામાં નહીં આવે.પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝરે મંગેશ ઉપરાંત અન્ય એક બે લોકોને પણ પેપર આપ્યું હોવાનું કબુલ્યું છે.પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.

સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર અન્ય રાજ્યોમાં છાપવા આપવાને બદલે ગુજરાતમાં જ કેમ પેપર છાપવા માટે આપ્યું તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">