Aravalli: ભીલોડાના પોલીસ ક્વાર્ટસમાંથી મળી આવી મહિલા કોન્સ્ટેબલની લાશ, તપાસ હાથ ધરાઇ

|

Jul 22, 2021 | 3:20 PM

મહિલા પોલીસ કર્મચારીનો પતિ મુડેટી SRP જૂથમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો છે. પોલીસે લાશને ભિલોડા સરકારી હોસ્પીટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે.

Aravalli: ભીલોડાના પોલીસ ક્વાર્ટસમાંથી મળી આવી મહિલા કોન્સ્ટેબલની લાશ, તપાસ હાથ ધરાઇ
Bhiloda Police Station

Follow us on

અરવલ્લી (Aravalli) જીલ્લાના ભિલોડામાં આવેલી પોલીસ લાઇનમાં એક મહિલા પોલીસ કર્મીની લાશ મળી આવી છે. ભિલોડા પોલીસ (Bhiloda Police)ના સરકારી ક્વાર્ટસમાં જ મોડી રાત્રી દરમ્યાન મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Women Police Constable) ની લાશ મળી હતી. ભિલોડા પોલીસ મહિલા કર્મીની લાશનુ પોસ્ટમોર્ટમ કરવા માટે સ્થાનિક કોટેજ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી છે.

પોલીસ મહિલા કર્મચારીના મોતને પગલી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી દેવાની ઘટનાને લઇને સ્થાનિક પીઆઇ મનિષ વસાવા સહિત પોલીસ કાફલો મોડી રાત્રી પોલીસ કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટસ ખાતે પહોંચ્યો હતો. જ્યાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ મંગુબેન નિનામા, પંખા સાથે દુપટ્ટો બાંધી લટકટતી હાલતમાં મળી આવ્યા હતા.

મૃતક પોલીસ કોન્સ્ટેબલ મહિલા કર્મચારી મંગુબેન નિનામા ભિલોડા તાલુકાના ચુનાખણ ગામના વતની છે. તેઓ થોડાક સમય સમય અગાઉ પોલીસ વિભાગમાં લોક રક્ષક દળ તરીકે ભરતી થયા હતા. તેઓના પતિ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRP) માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જે સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલા મુડેટી સ્થિત SRP જૂથમાં ફરજ પર છે. જ્યારે મરનાર મંગુબેન ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દુષ્પ્રેરણની દિશામાં તપાસ

ભિલોડા પોલીસે મરનાર મહિલા કોન્સ્ટેબલની ઘટના અંગે અકસ્માત મોતને લઇને તપાસ હાથ ધરી છે. જે મુજબ મૃત મંગુબેન પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હોવાનુ નોંધી કાર્યવાહી કરી છે. સ્થાનિક PI મનિષ વસાવા (PI Manish Vasava) એ કહ્યુ હતુ કે, આ મામલાની તપાસ હાથ ધરી છે, જે મુજબ ઘરકંકાસ હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં દુષ્પ્રેરણ કોના તરફ થી અપાઇ રહ્યુ હતુ એ તપાસાઇ રહ્યુ છે. પોલીસે ઘટનાને લઇને મૃતકના પરીવારજનોના નિવેદન મેળવી તેના આધારે આગળ કાર્યવાહી શરુ કરી છે.

 

જુઓ વિડીયોઃ ARAVALLI : ભિલોડામાં પોલીસ લાઈનમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં જ મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત

 

આ પણ વાંચોઃ Petrol-Diesel Price today : શું પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક? ચાલુ સપ્તાહે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ

Published On - 3:03 pm, Thu, 22 July 21

Next Article