ARAVALLI : ભિલોડામાં પોલીસ લાઈનમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં જ મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત

પોલીસ લાઈનમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં જ મહિલા પોલીસકર્મીના આપઘાતથી અરેરાટી મચી ગઈ છે. હાલ ભિલોડા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 10:40 AM

ARAVALLI : ભિલોડા (Bhiloda) માં મહિલા પોલીસકર્મીએ આપધાત ( suicide)કર્યો હોવાની ઘટના સામે આવી છે. ભિલોડા પોલીસના 29 વર્ષીય મહિલા LRD પોલીસકર્મી મંગુબેન નિનામાએ આપઘાત કર્યો છે. મહિલા પોલીસકર્મીએ પોલીસ લાઈનમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ મહિલા પોલીસકર્મીનો પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. પોલીસ લાઈનમાં સ્ટાફ ક્વાર્ટર્સમાં જ મહિલા પોલીસકર્મીના આપઘાતથી અરેરાટી મચી ગઈ છે. હાલ ભિલોડા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">