Petrol-Diesel Price today : શું પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક? ચાલુ સપ્તાહે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

Petrol-Diesel Price today : શું પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક? ચાલુ સપ્તાહે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ
Petrol - Diesel prices today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 7:03 AM

Petrol-Diesel Price today : આમ આદમી માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ઓપેક પલ્સ દેશોની તેલ ઉત્પાદન વધારવા અંગે સહમતી બાદ ઇંધણનો ભાવ વધારો નિયંત્રણમાં આવતો દેખાઈ રહ્યો છે. શનિવાર બાદ ઇંધણમાં ભાવ વધારો થયો નથી. જોકે હજુ સુધી કિંમતોમાં કોઈ ઘટાડો ન કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ છે.

આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી . રવિવારથી કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અગાઉ શનિવારે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ કરાયું હતું . જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવી રહ્યા છે જેથી ટૂંક સમયમાં તેલની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. મે મહિનાથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 42 દિવસમાં 11.52 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">