Ahmedabad : બાપુનગર વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો પડ્યા ઘૂંટણીએ, જુઓ Video

અમદાવાદમાં પોલીસનો ખોફ નહિ રહેતા અસામાજિક તત્વોએ અનેક વિસ્તારના લોકોને બાનમાં લીધા હતા. જોકે હવે આ તમામ આરોપીને પોલીસે ઘૂંટણીએ પાડયા હતા. 

Ahmedabad : બાપુનગર વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો પડ્યા ઘૂંટણીએ, જુઓ Video
| Edited By: | Updated on: Aug 19, 2023 | 8:22 PM

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં આંતક મચાવનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે. અસામાજિક તત્વોનો આતંક એટલો હતો કે લોકો પોલીસને ફરિયાદ કરતા પણ ડરતા હતાં. સમગ્ર ઘટનાઓ મીડિયામાં સમક્ષ આવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને બે અલગ અલગ ફરિયાદો નોંધી હતી. પોલીસે ફરિયાદને આધારે બે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં જાણેકે પોલીસ નિષ્ક્રિય હોય તેવા એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં થોડા સમયથી બાપુનગર વિસ્તારને બે અસામાજિક તત્વોએ માથે લીધું હતું. આ માથાભારે ગેંગનો આતંક એટલી હદે હતો કે સ્થાનિક લોકો પણ ધ્રુજતા હતા.

જોકે બે અલગ અલગ ઘટનાઓ મીડિયામાં આવતા લોકો પણ સામે આવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે બાપુનગર પોલીસે પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા નામના કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે.

પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા અને તેની ગેંગ દ્વારા બાપુનગરમાં ખુલ્લી તલવારો સાથે જાહેર રસ્તા અને સોસાયટીમાં રોફ જમાવવા અને દાદાગીરી કરવી, કોઈ પણ વાહનો સળગાવવા સહિતની ઘટનાઓ સામે આવી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. પોલીસને જાણેકે કોઈ ઘટનાની જાણ જ નો હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી નહિ. મીડિયામાં એહવાલ પ્રસારિત થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, વિરાટનગરના લીલાનગરની બે શાળા હવે શહીદોના નામથી ઓળખાશે

આરોપીઓનીં ક્રાઇમ કુંડળી

બંને કુખ્યાત આરોપીઓ પર 10 થી વધારે હથિયારો વડે મારામારી, હત્યાના પ્રયાસો અને પ્રોહિબિષનની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપી પીન્ટુ હત્યાના ગુનામાં સજા કાપી ચૂક્યો છે. તેમ છતાં ખુલ્લેઆમ વિસ્તારના લોકોને બાનમાં લઈને આતંક મચાવવાનું યથાવત રાખ્યું અને જાહેરમાં તલવારો લઈને આંતક મચવવો, હોટેલમાં જઈને પોલીસની હાજરીમાં માથાકૂટ કરતો અને જો કોઈ કઈ પણ બોલે તેમના ઘર અને વાહનોને નુકશાન કરતો હોવાના સીસીટીવી અને વિડિયો સામે આવ્યા છે.

હાલ તો બાપુનગર પોલીસે બંને આરોપીઓની તલવાર સાથે ધરપકડ કરી ઊઠક બેઠક કરાવી શન ઠેકાણે લાવી દીધી છે. તેટલું જ નહિ તેની સાથે સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે,પરંતુ શહેરમાં વધતા જતા અસામાજિક તત્વોનો આંતક પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યા છે તેમાં કોઈ નવાઈ નહિ.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો