ભારતમાં થયેલા સાયબર ફ્રોડમાં મુખ્ય સૂત્રધાર પાકિસ્તાની, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરી ત્રણની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનના (Pakistan) નાગરિકો છે.

ભારતમાં થયેલા સાયબર ફ્રોડમાં મુખ્ય સૂત્રધાર પાકિસ્તાની, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરી ત્રણની ધરપકડ
Bhavyata Gadkari

| Edited By: Kunjan Shukal

Mar 13, 2021 | 10:46 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનના (Pakistan) નાગરિકો છે. આતંકી પ્રવૃતિઓને કારણે પાકિસ્તાનનું નામ પહેલેથી જ ખરાબ છે, ત્યારે હવે સાયબર ફ્રોડને લગતી પ્રવૃતિઓમાં પણ પાકિસ્તાનનું ઈનવોલ્વમેન્ટ વધી રહ્યું છે. આ ટોળકીઓ ડાર્ક વેબ સાઈટ ઉપરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ (Credit card) તથા ડેબિટ કાર્ડનો (Debit card) ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરી લેતા હતા. આ ડાર્ક વેબસાઈટનો પાસવર્ડ તેમણે પાકિસ્તાનથી મેળવ્યો હતો. આ આરોપીઓ ટેલીગ્રામ થકી પાકિસ્તાન કરાંચીના બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.

આરોપી જીયા મુસ્તફા અને સદામ નામના આરોપી પાસેથી આઈ.ડી અને પાસવર્ડ મેળવ્યા હતા અને તેના ઉપયોગથી ઠગાઈ કરતા હતા. જેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને થતાં હર્ષ વર્ધન પરમાર, મોહિત લાલવાની તથા કલપેશ સિંધા નામના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ એકબીજાને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હતા, પરંતુ હજી સુધી એક પણ વખત મળ્યા ન હતા. તેઓ ટેલીગ્રામ નામની એપ્લીકેશન મારફતે છેલ્લા ત્રણ વર્ષથી આરોપીઓ પોતાનો ઠગાઈનો વ્યવસાય ચલાવતા હતા. ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાંચમાં જ થઈ હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તમને જણાવી દઈએ કે અલગ અલગ રાજ્યોના સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર ઈલેક્ટ્રિક ચીજવસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી લેતા હતા. આ આરોપીઓ ભારતીય ઓનલાઈન માર્કેટમાં મોંઘી ચીજવસ્તુઓનો ઓર્ડર અધૂરા સરનામાં કરતા. અમદાવાદના કોઈ પણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રીસીવ કરી લેતા હતા, જેથી આરોપીઓનું લોકેશન કોઈને મળી ન શકે.

આ મોડેસ ઓપરેન્ડીથી ત્રણેય આરોપીઓ ગુનાને અંજામ આપતા હતા. જેમાં અત્યાર સુધીમાં કલપેશ સિંધાએ 70 લાખ હર્ષ વર્ધને પણ 70 લાખ તથા મોહિત લાલવાનીએ 60 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી લીધા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે અને ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price: ઈંધણના વધતા ભાવોથી આમ આદમી જ નહીં પણ સરકાર પણ ચિંતિત, દેશના વિકાસમાં આવી રહી છે અડચણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati