Petrol-Diesel Price: ઈંધણના વધતા ભાવોથી આમ આદમી જ નહીં પણ સરકાર પણ ચિંતિત, દેશના વિકાસમાં આવી રહી છે અડચણ

માત્ર સામાન્ય લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો(Petrol - Diesel Price)થી પરેશાન નથી. પરંતુ આની અસર અર્થતંત્રની ગતિ પર પણ જોવા મળી રહી છે.

Petrol-Diesel Price: ઈંધણના વધતા ભાવોથી આમ આદમી જ નહીં પણ સરકાર પણ ચિંતિત, દેશના વિકાસમાં આવી રહી છે અડચણ
પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનુ રાષ્ટ્ર વ્યાપી આદોલન
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 25, 2021 | 11:18 AM

માત્ર સામાન્ય લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો(Petrol – Diesel Price)થી પરેશાન નથી. પરંતુ આની અસર અર્થતંત્રની ગતિ પર પણ જોવા મળી રહી છે. આસમાને પહોંચેલા તેલના ભાવને લીધે ફેબ્રુઆરી મહિનામાં ઈંધણનો વપરાશ સતત બીજા મહિને ઘટ્યો છે. તેનો સીધો અર્થ એ છે કે માંગમાં ઘટાડો થયો છે, આ બાબતની અસર તેલ કંપનીઓ અને સરકારી ખજાના પર પણ પડશે, જેના કારણે અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડશે.

અસલમાં ઈંધણના વધતા ભાવ ભારતની માંગની સ્થિતિને અસર કરી રહી છે. કોવિડને કારણે લોકડાઉન પછીની પરિસ્થિતિમાં પણ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નોથી વેગ મળ્યો છે. સત્તાવાર આંકડા મુજબ ફેબ્રુઆરીમાં દેશના બળતણ વપરાશમાં સતત ઘટાડો થયો હતો. બળતણના વધતા ભાવ વચ્ચે માંગ સતત બીજા મહિને નીચે આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સરકારી આંકડા શું કહે છે? ફેબ્રુઆરીમાં વપરાશમાં ઘટાડો સપ્ટેમ્બર પછીનો સૌથી નીચે છે. તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે સૌથી ખરાબ સ્થિતિ છે અને માંગ વધી રહી છે. ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના અનુસાર ફેબ્રુઆરીમાં ઈંધણનો વપરાશ (મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ) 4.9 ટકા ઘટીને 17.2 મિલિયન ટન થઈ ગયો છે. માસિક ધોરણે પણ માંગમાં 4.6 ટકાનો ઘટાડો થયો છે. આ બતાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે પાટા પર લાવવાના માર્ગમાં હજી ઘણા અવરોધો છે.

અર્થવ્યવસ્થામાં રિકવરીને સમય લાગશે સ્પષ્ટ સંકેત છે કે સંપૂર્ણ રિકવરી હજી દૂર છે અને ડીઝલ વપરાશના આંકડા જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે કારણ કે દેશમાં તમામ પ્રકારના માલના પરિવહનનો મુખ્ય સ્રોત તેલ છે અને કુલ ઈંધણના આશરે 40 ટકા હિસ્સો છે. ડીઝલનો વપરાશ મહિનાના આધારે ફેબ્રુઆરીમાં 3.8 ટકા ઘટીને 6.55 મિલિયન ટન થયો છે. વાર્ષિક ધોરણે તેનો ઘટાડો 8.5 ટકા હતો.

પેટ્રોલનું વેચાણ 6.5 ટકા ઘટ્યું પેટ્રોલનું વેચાણ ફેબ્રુઆરીમાં 6.5 ટકા ઘટીને 2.44 મિલિયન ટન થયું હતું, જે એક વર્ષ અગાઉના વેચાણમાં આશરે 3 ટકાના ઓછું છે. આ વર્ષે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 775 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4,200 પર પહોંચી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">