Ahmedabad : સોની વેપારીએ ફુલેકું ફેરવ્યુ, પોલીસે આરોપીને ઝડપી લીધો, પણ મુદ્દામાલ ગાયબ
અમદાવાદના એરપોર્ટ પોલીસે ગોપાલ લાલચંદાની નામના શખ્સની ધરપકડ કરી છે. જે મૂળ સોની વેપારી છે. અને એરપોર્ટ વિસ્તારમાં દોલતરામ મગનદાસ નામથી જવેલર્સની દુકાન ધરાવતો.
Ahmedabad : લગ્ન ઇચ્છુક પરિવારે દાગીના બનાવવા નાણાં ભર્યા. તેમજ કેટલાકે નવા દાગીના (Jewelry) બનાવવા જુના દાગીના આપ્યા. પણ વેપારી નાણાં અને દાગીના લઈને ફરાર (Absconding)થઇ ગયો. આખરે પોલીસ ફરિયાદ નોંધાતા વેપારી (Jewelers)ઝડપાયો. જોકે નાણાં અને દાગીના પરત નહિ મળતા લગ્ન ઇચ્છુક પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદનો એક સોની વેપારી અનેક લોકોના દાગીના લઈ રફુચક્કર થઈ ગયો. ભોગ બનનાર જ્યારે દુકાને ગયા ત્યારે દુકાન અનેક દિવસો સુધી બંધ દેખાતા તેઓને મામલાની જાણ થઈ. બાદમાં તપાસ કરી તો માત્ર એક વ્યક્તિ નહિ પણ 12થી વધુ લોકોના દાગીના આ સોની લઈ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું. આખરે પોલીસે ફરીયાદ નોંધી 12 લોકોના 12.59 લાખના દાગીના લઈ દુકાન બંધ કરી ભાગેલા સોનીને પકડી પાડ્યો. પણ મુદ્દામાલ પોલીસે રિકવર ન કરતા મધ્યમ વર્ગના લોકોનો જીવ તાળવે ચોંટયો છે.
અમદાવાદના એરપોર્ટ પોલીસે ગોપાલ લાલચંદાની નામના શખ્સની ધરપકડ કરી છે. જે મૂળ સોની વેપારી છે. અને એરપોર્ટ વિસ્તારમાં દોલતરામ મગનદાસ નામથી જવેલર્સની દુકાન ધરાવતો. જેના પર આરોપ છે કે તેણે લોકોના દાગીના બનાવવા માટે લીધેલા દાગીના પરત નથી આપ્યા. તો દાગીના બનાવવા આપેલા નાણાં લઈને તે રફુચક્કર થઈ ગયો. જોકે સોની ગોપાલ લાલચંદાનીની વધુ સમય ન ચાલી અને તે આખરે પોલીસ ગિરતફમાં આવી ગયો. અને બાદમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.
વાત જાણે એમ છે કે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ધરાવતા આરોપી સામે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ દીકરી ના લગ્ન લીધા હતા. માટે તેણે જુના દાગીનામાંથી નવા દાગીના બનાવડાવી તેઓ પ્રસંગ કરવાના હતા. પણ આરોપીએ ફુલેકું ફેરવ્યું. તો આશરે બારેક લોકો કે જે મધ્યમ વર્ગના લોકો છે તેમના ઘરે પ્રસંગ હતો. અને તેમના દાગીના બનાવવા માટે લઈ કોઈએ નાણાં ભર્યા તો કોઈએ નવા દાગીના બનાવવા જુના દાગીના આપ્યા. જોકે આરોપી દુકાનને તાળા મારી ફરાર થઇ ગયો હતો. જે દુકાન ઘણા સમય સુધી બંધ રહેતા લોકો દુકાને એકઠા થયા અને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવતા 12 લોકોએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 12 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી. જેમાં પોલીસે આરોપીને ઝડપી લીધો. જોકે આરોપી પાસેથી મધ્યમ વર્ગના લોકોનો મુદ્દામાલ પરત ન મળી આવતા પ્રસંગ કઈ રીતે કાઢવો તે પ્રશ્ન સર્જાયો. જોકે પોલીસે જલ્દી મુદામાલ કબજે કરવાની ખાતરી આપી છે.
હાલ તો એરપોર્ટ પોલીસે ફરિયાદ આધારે આરોપી સોની વેપારીને ઝડપી લીધો છે. તો સાથે જ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ અને તેની સામે ક્યાંય ગુના દાખલ થયા છે કે કેમ. ત્યારે ભોગ બનનાર પણ આશા રાખીને બેઠા છે કે પોલીસ તેમના નાણાં અને દાગીના જલ્દી પરત કરાવે જેથી તેઓના પ્રસંગ બગડે નહીં.
આ પણ વાંચો : Sardardham માં નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું