Sardardham માં નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં(Sardardham)નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું(E Liabrary) ઉદઘાટન કરાયું છે.. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના(Nitin Patel) હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.. તેમણે કહ્યું કે- સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.. રોડમેપ તૈયાર કરવો અને સમાજ માટે રોડમેપ પ્રમાણે કામ કરીને બતાવવું આ બંને બાબતોને સરદારધામે એકસાથે આગળ વધારી છે..વિદ્યાર્થીઓને ઝડપથી લાભ મળતો થઈ જવો તે ખૂબ મોટી વાત છે.. તો બીજીતરફ વઢવાણના ધારાસભ્યએ વિદ્યાર્થી દત્તક યોજનામાં 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગ્રામીણ વિસ્તારોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે. PM મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અમદાવાદમાં 200 કરોડના ખર્ચે 11 હજાર 670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું PM મોદી ઇ-લોકાર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?
આ પણ વાંચો : Ahmedabad: સંજીવની રથમાં વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે ફાર્મસીના વિદ્યાર્થીઓ, આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
