Ahmedabad: ઇલેક્ટ્રોથર્મ ના શૈલેષ ભંડારીની થઈ ધરપકડ, રોડોના કૌભાંડની તપાસમાં મળી હતી વિદેશી દારૂની બોટલો
Ahmedabad: ફરી એક વખત ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર કૌભાંડી શૈલેષ ભંડારીની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા સીબીઆઈએ શૈલેષ ભંડારીના ઘરે રેડ કરી હતી ત્યા હાઇફાઈ વીદેશી દારૂની બોટલ અને રદ્દ થયેલી ચલણી નોટો મળી આવી હતી.

Ahmedabad: ફરી એક વખત ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર કૌભાંડી શૈલેષ ભંડારીની (Shailesh Bhandari ) પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા સીબીઆઈએ (CBI) શૈલેષ ભંડારીના ઘરે રેડ કરી હતી ત્યા હાઇફાઈ વીદેશી દારૂની બોટલ અને રદ્દ થયેલી ચલણી નોટો મળી આવી હતી. ત્યારે કૌભાંડી શૈલેષ ભંડારી ઘરેથી મળી ન આવતા વોન્ટેડ હતો. પરતું આજે શૈલેષ ભંડારી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન શરણાગતિ સ્વીકારી રજૂ થયા હતા. જો કે અગાઉ આ કેસમાં શૈલેષ ભંડારીનો પુત્ર સૂરજની ધરપકડ થઈ ચૂકી છે.
પોલીસ ગિરફતમાં રહેલ વિલચેર પર બેઠેલા કૌભાંડી શૈલેષ ભંડારીની પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ગત 4 જાન્યુઆરી રોજ ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટરો અને એમડીએ બેન્ક સાથે 600 કરોડથી વધુની ઠગાઈ આચરવા મામલે સીબીઆઈએ રેડ કરી હતી. જેમાં સીબીઆઈની ટીમ બોપલ આંબલી રોડ પરના જયંતીલાલ પાર્ક ખાતેના ઘરમાં સર્ચ કર્યું હતું. જ્યાં શૈલેષ ભંડારીના ઘરેથી વિદેશી દારૂની 52 બોટલ મળી જેની કિંમત 1.10 લાખથી વધુ છે. સાથે જ રદ્દ થયેલી 500 અને 1000ના દરની 76 હજાર રૂપિયાની નોટ મળી આવી હતી. જેમાં શૈલેષ અને તેનો પુત્ર સૂરજ સામે ગુનો નોંધી સૂરજની ધરપકડ કરી. જો કે શૈલેષ મળી ન આવતા વોન્ટેડ જાહેર કરાયો હતો. પરતું શૈલેષ ભંડારી આજે સવારેના વસ્ત્રાપુર પોલીસ આત્મ સમર્પણ કર્યું હતું.
પોલીસ કસ્ટડીમાં રહેલ કૌભાંડી શૈલેષ ભંડારી પાસે દારૂની પરમિટ હતી. પરતું પરમિટ કરતા વધુ દારૂનો જથ્થો મળી આવતા ગુનો દાખલ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હાઇફાઈ વિદેશી દારૂની બોટલો વિદેશથી મંગાવી હોવાનું કબૂલાત કર્યું છે. ત્યારે શૈલેષ ભંડારી પોતે દારૂ પીવા માટે બોટલ રાખી હોવાનું કહી રહ્યો છે પરતું બીજી બાજુ બોટલ ક્યાંથી મંગાવી છે અને આટલી બોટલ સ્ટોક રાખવા પાછળ કારણ વિશે વધુ તપાસ શરૂ કરી છે.
કૌભાંડી શૈલેષ ભંડારીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે શૈલેષ ભંડારી કોઈ બીજા કેસમાં વોન્ટેડ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. કારણકે અગાઉ કરોડો રૂપિયા ચિટિંગ કેસમાં કૌભાંડી શૈલેષ ભંડારીની સાતેજ પોલીસ સ્ટેશનમાં ધરપકડ થઈ ચૂકી છે.