Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ
મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઇઝનીગ થયાની જાણ થતા જ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને ઇમરજન્સીમાં ફરજ પર બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ બીમાર લોકોની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 120 જેટલા લોકોને જમણવાર બાદ ફુડ પોઇઝનિંગની અસર થઇ છે.
સુરેન્દ્રનગર (Surendranagar)જિલ્લાના ચોટીલાના પીપરાળી ગામે સીમંતના એક પ્રસંગમાં યોજાયેલ ભોજન સમારોહ બાદ લોકોને ખોરાકી ઝેરની (Food poisoning) અસર થઇ છે. જમણવાર બાદ અચાનક જ લોકોને પેટમાં દુ:ખાવો અને ઝાડા-ઉલ્ટીની અસર શરુ થઇ ગઇ હતી. 100થી પણ વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર થતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જે બાદ બીમાર પડેલા આ લોકોને તાત્કાલિક 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે તમામની સારવાર (Treatment) શરુ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પીપરાળી ગામમાં ભાવાભાઇ સામતભાઈના પુત્ર વિજયના પત્નીનો સીમંતનો પ્રસંગ હતો. જેમાં મોટી સંખ્યામાં સંગા-સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. જો કે બપોરના જમણવાર બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટીની અસર શરૂ થઇ હતી. જોત જોતામાં 100થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની અસર દેખાવા લાગી હતી. મોટી સંખ્યામાં લોકોને ખોરાકી ઝેરની અસર પહોચતા ગામમાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક લોકોને તબીયત વધુ બગડતા 108ને જાણ કરતા દોડી ગઇ હતી અને જરૂરતમંદોને રેફરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકોને ફુડ પોઇઝનીગ થયાની જાણ થતા જ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફને ઇમરજન્સીમાં ફરજ પર બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ બીમાર લોકોની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 120 જેટલા લોકોને જમણવાર બાદ ફુડ પોઇઝનિંગની અસર થઇ છે. જે તમામને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો-
આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
આ પણ વાંચો-