Ahmedabad : રેસીડેન્ટ ડોકટરે હાથ પર ઇન્જેક્શન લગાવી કર્યો આપઘાત, આપઘાત કરવા પાછળની હકીકત શું તે અંગે પોલીસ તપાસ શરૂ
પાર્થ તેના રૂમ મેટ સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ડોકટર આપઘાતના બનાવો વિશે વાતો કરતો હતો અને કહેતો હતો કે ડોક્ટરોએ આપઘાત કરવો જોઈએ નહિ. આ ઉપરાંત એક વાત એવી પણ સામે આવે છે કે પાર્થ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે પાર્થના બે ખાસ મિત્રો હતા.
અમદાવાદની (Ahmedabad)શારદાબેન હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટરે (DOCTOR) આપઘાત (SUICIDE) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો પોલીસે ડોક્ટરના આપઘાતનું કારણ શોધી રહી છે. પણ અનેક એવા સવાલો છે. જે પોલીસને પણ સતાવી રહ્યાં છે. અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા અને હોસ્ટેલમાં રહેતા પાર્થ પટેલ નામના યુવકે આપઘાત કર્યો હતો. ગત મોડી રાત્રે મિત્રો સાથે છૂટા પડી પાર્થ પોતાના રૂમમાં ગયો હતો અને સવારે રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના ડો. હેતલ વોરાએ જણાવ્યું હતું કે પાર્થ ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરતો હતો અને ખૂબ સારી કામગીરી પણ હતી. પાર્થ ડિપ્રેશનમાં કોઈ દિવસ જોવા મળ્યો નથી. પાર્થ તેના રૂમ મેટ સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ડોકટર આપઘાતના બનાવો વિશે વાતો કરતો હતો અને કહેતો હતો કે ડોક્ટરોએ આપઘાત કરવો જોઈએ નહિ. આ ઉપરાંત એક વાત એવી પણ સામે આવે છે કે પાર્થ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે પાર્થના બે ખાસ મિત્રો હતા. જેમાંથી એક મિત્રએ બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં આપઘાત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે એકાદ મહિના પહેલા પાર્થની સગાઈ તૂટી ગઈ હતી. જેને કારણે પણ પાર્થે આ પગલું ભર્યું હોય શકે છે. જોકે પોલીસે પાર્થનો મોબાઈલ એફ એસ એલમાં મોકલ્યો છે. જેના પરથી કદાચ પાર્થ ના આપઘાતનું કારણ મળી શકે.
મહત્વનું છે કે પાર્થ તેના મિત્રો સાથે એવી વાતો કરતો હતો કે ડોક્ટરોએ આપઘાત કરવો જોઈએ નહિ, જ્યારે પાર્થે જ આપઘાત કરી લીધો હતો. બે દિવસ પહેલા પાર્થના ખાસ મિત્રએ પણ પાર્થની જેમ જ ઇન્જેક્શન દ્વારા આપઘાત કર્યો હતો. ત્યારે હવે પોલીસ પણ પાર્થના આપઘાતનું કારણ જાણવા અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્ણયઃ અમિત શાહ
આ પણ વાંચો : IPL 2022 KKR vs PBKS Live Streaming: કોલકાતા નાઈટ રાઈડર્સ વિ. પંજાબ કિંગ્સ લાઈવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી