નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્ણયઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત સરકારે દાયકાઓ પછી, નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્ણયઃ અમિત શાહ
Home Minister Amit Shah ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 3:34 PM

દાયકાઓ પછી, કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુર રાજ્યોમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડવાનો નિર્ણય કર્યો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘AFSPA હેઠળના ક્ષેત્રોમાં ઘટાડો, PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સરકાર દ્વારા ઉગ્રવાદને ખતમ કરવાના સતત પ્રયાસો, ઉત્તર પૂર્વમાં સ્થાયી શાંતિ લાવવા, સુરક્ષાની સારી સ્થિતિ અને અનેક સમજૂતીઓના કારણે ઝડપી વિકાસનું પરિણામ છે.’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘PM નરેન્દ્ર મોદીની અતૂટ પ્રતિબદ્ધતા માટે તમારો આભાર. આપણો પૂર્વોત્તર પ્રદેશ, જે દાયકાઓથી ઉપેક્ષિત હતો, તે હવે શાંતિ, સમૃદ્ધિ અને અભૂતપૂર્વ વિકાસના નવા યુગનો સાક્ષી બની રહ્યો છે. હું આ મહત્વપૂર્ણ અવસર પર પૂર્વોત્તરના લોકોને અભિનંદન આપું છું.

AFSPAને 2015માં ત્રિપુરામાંથી અને 2018માં મેઘાલયમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી હતી. આસામમાં 1990 થી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન અમલમાં છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાને કારણે હવે આસામના 23 જિલ્લાઓને 1 એપ્રિલથી AFSPAની અસરમાંથી સંપૂર્ણપણે અને 1 જિલ્લાને આંશિક રીતે દૂર કરવામાં આવી રહ્યા છે.

મણિપુરમાં ડિસ્ટર્બ્ડ એરિયા ડિક્લેરેશન (ઇમ્ફાલ નગરપાલિકા વિસ્તાર સિવાય) 2004થી અમલમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ લેતા, 1 એપ્રિલથી 6 જિલ્લાના 15 પોલીસ સ્ટેશન વિસ્તારોને અશાંત વિસ્તારની સૂચીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 2015માં અરુણાચલ પ્રદેશમાં 3 જિલ્લાઓ, અરુણાચલ પ્રદેશથી આસામ સુધી 20 કિ.મી. AFSPA ના પટ્ટામાં આવેલ 16 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને 9 અન્ય જિલ્લાઓમાં લાગુ હતું, જે ધીમે ધીમે ઘટતું જાય છે, હાલમાં તે માત્ર 3 જિલ્લાઓમાં અને 1 અન્ય જિલ્લાના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ છે.

નાગાલેન્ડમાં ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન વર્ષ 1995થી અમલમાં છે. કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે AFSPA હટાવવા માટે આ સંદર્ભમાં રચાયેલી સમિતિની ભલામણને સ્વીકારી લીધી છે. નાગાલેન્ડમાં 7 જિલ્લાના 15 પોલીસ સ્ટેશનોમાંથી 1 એપ્રિલથી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન હટાવવામાં આવી રહ્યું છે.

કેટલીક સંસ્થાએ AFSPA હટાવવાની માંગ કરી હતી

તાજેતરમાં જ, નાગાલેન્ડમાં લોકો માટે કામ કરતી સંસ્થાએ નાગાલેન્ડમાં આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ના વિસ્તરણની નિંદા કરી હતી. વાસ્તવમાં, ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગ વિસ્તારમાં પેરા-કમાન્ડો દ્વારા 14 નાગરિકોની હત્યા કરવામાં આવ્યા પછી, ઘણા વર્ગોએ AFSPA હટાવવાની માંગ કરી હતી. ગ્લોબલ નાગા ફોરમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, “નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુર સહિત પ્રદેશની રાજ્ય સરકારોના નેતાઓએ AFSPA હટાવવાની અપીલ કરી હતી. વિસ્તારના લોકો અને નાગરિક સમાજ સંગઠનો AFSPA હટાવવા માંગે છે. સરકારે તે તરફ ધ્યાન આપવુ જોઈએ.

આ પણ વાંચોઃ

Parliament : રાજ્યસભામાંથી 72 સભ્યોની વિદાય, PM મોદીએ કહ્યું ‘અનુભવી સાથી સભ્યોની કમી રહેશે’

આ પણ વાંચોઃ

5400 મીટરની ઉંચાઈએ પ્રથમ વખત પ્રવાસીઓ માટે જનકતલ ટ્રેક ખુલશે, આકાશ દર્શનના શોખીન લોકો માટે ખાસ

g clip-path="url(#clip0_868_265)">