AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નશીલી દવાઓનો જથ્થો પકડાયો, પોલીસે કોડિન કફ સીરપના જથ્થા સાથે બે લોકોની કરી ધરપકડ

અમદાવાદમાં ગાયકવાડ હવેલી વિસ્તાર ખાતે કફ સીરપ તરીકે વપરાતી દવાનો નશા માટે વેચાણ થતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ નશાના કારોબારના નેટવર્કની તપાસ શરૂ કરી.

Ahmedabad: નશીલી દવાઓનો જથ્થો પકડાયો, પોલીસે કોડિન કફ સીરપના જથ્થા સાથે બે લોકોની કરી ધરપકડ
Police have arrested 2 accused.
Mihir Soni
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:30 PM
Share

અમદાવાદમાં ગાયકવાડ હવેલી વિસ્તાર ખાતે કફ સીરપ તરીકે વપરાતી દવાનો નશા માટે વેચાણ થતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ નશાના કારોબારના નેટવર્કની તપાસ શરૂ કરી.

ગાયકવાડ હવેલી પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે કફ સીરપનું નશો કરતા લોકોને વેચાણ કરતા હતા. કોડિન કફ સિરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા હતાં. નોંધનીય છે કે આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડીકલ સ્ટોરના સંચાલક આપતા હોય છે.

પરંતુ પકડાયેલા બંને આરોપીઓ ઈસ્માઈલ ઉર્ફે ઈમુ પઠાણ અને જાવેદ શેખ રૂપિયાની લાલચમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાઓનું વેચાણ કરતા હતા. પોલીસને બાતમી મળતા ગાયકવાડ હવેલી પોલીસના ડી સ્ટાફ પી.એસ.આઇ. વિપુલ સિંગરખીયા અને તેમની ટીમે વોચ ગોઠવીને આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

મેડિકલમાં મળતી આ કફ સીરપ બિમાર વ્યક્તિની ખાંસી અને શરદી તો મટાડે જ છે. પરંતુ જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નશો પણ થાય છે. બીજી તરફ અલગ અલગ કંપનીની કફ સીરપ સરળતાથી દરેક મેડિકલ સ્ટોર પર મળી રહે છે. અને એમાં પણ ગાયકવાડ હવેલીમાં પકડાયેલા આ આરોપીઓ બમણા રૂપિયા કમાવવાની લાલચમાં નશો કરનાર લોકોને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરે છે જેથી નશાના નેટવર્કને પકડવા પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરી છે.

હાલમા ગાયકવાડ હવેલી પોલીસે ઈસ્માઈલ પઠાણ અને જાવેદ શેખને ખોટી રીતે રૂપિયા કમાવવાના કૌભાંડમાં નશાકારક દવાઓ વેચતા પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે. નશાકારક દવાના આ ગેરકાયદેસર કારોબારમાં અન્ય કોણ કોણ જોડાયેલા છે તેને લઈને વધુ પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: New Delhi: દેશમાં આંતરિક મુસાફરી થઈ મોંધી, આજથી રાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટોના દરમાં 12.5% વધારો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">