Ahmedabad: ક્રાઈમ બ્રાંચનો અધિકારી હોવાનું કહી મહિલા સાથે કરી મિત્રતા અને બાદમાં ગુજાર્યો બળાત્કાર, બોગસ પત્રકારની પોલીસે કરી ધરપકડ

Mihir Soni

|

Updated on: Aug 16, 2021 | 9:01 PM

અમદાવાદમાં બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મહિલાને ક્રાઈમ બ્રાંચમાં અધિકારી છે તેવું કહી સંબંધો વિકસાવ્યા અને બાદમાં મહિલા પાસેથી લાખો રૂપિયાની ઠગાઇ પણ કરી અને બળાત્કારને અંજામ આપ્યો.

Ahmedabad: ક્રાઈમ બ્રાંચનો અધિકારી હોવાનું કહી મહિલા સાથે કરી મિત્રતા અને બાદમાં ગુજાર્યો બળાત્કાર, બોગસ પત્રકારની પોલીસે કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મહિલાને ક્રાઈમ બ્રાંચમાં અધિકારી છે તેવું કહી સંબંધો વિકસાવ્યા અને બાદમાં મહિલા પાસેથી લાખો રૂપિયાની ઠગાઇ પણ કરી અને બળાત્કારને અંજામ આપ્યો. આ સમગ્ર ઘટના બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કાર ગુજારનાર બૉગ્સ પત્રકારની ધરપકડ કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

ખાડીયા પોલીસની ગિરફતમાં રહેલા આ આરોપીનું નામ છે રજનીશ પરમાર. આરોપીએ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી ભોગ બનનાર મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરી. મહિલા સાથે મિત્રતા થયા બાદ રજનીશ પરમારે પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાની ઓળખ આપી.

અને બાદમાં આરોપીએ મહિલા ફોસલાવીને લગ્નની લાલચ આપી તથા પોતાની સંસ્થામાં ડાયરેક્ટર બનાવી દેવાની લાલચ આપી અવાર-નવાર શરીરસુખ માણ્યું અને લાખો રૂપિયા પડાવી લીધા. કહેવાય છે કે, આખરે પાપ છાપરે ચડીને પોકારે છે. આ કિસ્સામાં પણ કંઇક એવું જ થયું. આરોપી રજનીશ પરમાર અને ફરિયાદી મહિલા વચ્ચે તકરાર થઈ અને સમગ્ર કૌભાંડ પોલીસ સુધી પહોંચ્યું.

આરોપી રજનીશ પરમાર પોલીસ સમન્વય નામની ન્યુઝ પેપર ચલાવે છે. જેની આડમાં ગોરખધઘા કરે છે. અને જો તેના ભૂતકાળની વાત કરવામાં આવે તો અગાઉ રાજકોટમાં પણ તેની સામે બળાત્કાર, છેડતી, ધમકી સહિતના 5થી વધું ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેમ છતાં આ આરોપી પોતાની હરકતોથી બાજ આવતો નથી. આરોપી રજનીશે શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે ફેસબુકના માધ્યમથી સંબંધો બાંધ્યા.

આરોપી પોતે ક્રાઈમ બ્રાંચમાં અધિકારી છે એવું કંઈ મહિલાને પ્રભાવિત કરી. બાદમાં મહિલા સાથે સંબંધ બાંધવા માટે આરોપી રજનીશે કારસો ઘડયો. પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાના છે અને ત્યાર પછી તે ફરિયાદી મહિલા સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી.

લગ્નની લાલચ આપી આરોપી રજનીશ પરમારે લગભગ દોઢ વર્ષ સુધી ભોગ બનનાર મહિલાના ઘરમાં જ શારીરિક સંબંધો બાંધ્યા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું. હવસખોરની લાલચ આટલેથી અટકતી ન હતી. તેણે મહિલાને પોતાની સંસ્થા પોલીસ સમન્વયમાં ડાયરેક્ટર બનાવવાની વાત કરી.

અને તેની આડમાં મહિલા પાસેથી રોકડા રૂપિયા આઠ લાખ અને સોના ચાંદીના દાગીના સહિત ધીરે ધીરે રૂપિયા 12.25 લાખ પડાવી લીધા. આરોપી રજનીશના રચેલા ષડયંત્રમાં યુવતી બરાબર ફસાઈ ગઈ હતી. પરંતુ બે મહિના પહેલા ફરિયાદી મહિલા અને રજનીશ પરમાર વચ્ચે ઝઘડો થયો.

જેમાં આરોપીએ મહિલાને ક્રોધમાં આવીને માર માર્યો તથા લગ્ન કરવાની પણ ના પાડી દીધી. મહિલાએ પોતાના પર થયેલા અત્યાચાર અને ઠગાઇની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં લખાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રજનીશ પરમારની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: AIL Recruitment 2021: એર ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક પદ પર નોકરી મેળવવાની તક, આ રીતે અરજી કરો

આ પણ વાંચો: CRPF Recruitment 2021: CRPFમાં પેરામેડિકલ સ્ટાફની 2439 જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી, જાણો સિલેક્શનની સમગ્ર પ્રક્રિયા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati