AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દેશભરમાં ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, 100 કાર ચોરીનો હતો ટાર્ગેટ

ગણતરીની સેંકડોમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી ન માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય તમામ રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપતા હતા.

Ahmedabad: દેશભરમાં ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, 100 કાર ચોરીનો હતો ટાર્ગેટ
Inter-state gang of car thieves arrested
Mihir Soni
| Edited By: | Updated on: Oct 20, 2021 | 4:47 PM
Share

Ahmedabad: ગણતરીની સેંકડોમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી ન માત્ર ગુજરાતમાં પરંતુ અન્ય તમામ રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપતા હતા. આરોપીની પુછપરછમા સામે આવ્યુ કે, આ ગેંગ માત્ર 2 મીનીટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતા હતા. જે માટે વપરાતી 41 જેટલી પ્લેન ચાવી પણ કબ્જે કરવામાં આવી છે. આરોપીએ ગુજરાતમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ લઈને આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. કોણ છે કાર ચોરીનો માસ્ટર માઈન્ડ જોઈએ આ અહેવાલમાં.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમા રહેલા આ આરોપીના નામ જાવેદ ઉર્ફે બબલુ કુરેશી, સુરેન્દ્ર યાદવ અને મનોજ ઉર્ફે મહેતાજી જોશી છે. આરોપીની ધરપકડ વાહનચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપીની પુછપરછ કરતા 15 જેટલી ફોર વ્હિલર ગાડીની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જેમા અમદાવાદ, વડોદરા તથા ભરૂચ માથી પણ ચોરી કરી હતી. ચોરી કરેલી ગાડીઓ મુખ્ય આરોપી મનોજ રાજસ્થાનમાં 30 હજાર થી લઈ 50 હજાર મા ડોક્યુમેન્ટ વિના વેચતો હોવાનુ સામે આવ્યુ છે. પરતું દેશભરમાં ગાડીઓ ચોરી કરવાનો માસ્ટર માઈન્ડ આરોપી જાવેદ ઉર્ફે બબલુ કુરેશી છે જેણે અત્યાર સુધી અસંખ્ય ગાડીઓ ચોરી કરી ચુક્યો છે. જેના વિરુદ્ધ તમામ રાજ્યોમાં ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

ચોરીના ગુનામાં ઝડપાયેલા 3 આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે અગાઉ આ ગેંગમાં 9 આરોપી સામેલ હતા. જેમણે માત્ર મહારાષ્ટ્ર માથી જ 170 જેટલી ગાડીઓની ચોરી કરી હતી. અને ગુજરાતમાં 100 ગાડીની ચોરીનો ટાર્ગેટ કરીને આવ્યા હતા. આરોપીઓ મુંબઈથી અલગ અલગ કંપનીની પ્લેન ચાવી ખરીદી લેતા અને બાદમાં ગાડી ટાર્ગેટ કરી 5 મીનીટમાં બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. જે માટે વપરાતી 41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે.

આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે, આરોપી જાવેદ અગાઉ હત્યાના પ્રયાસ, વાહન ચોરી, લુંટ, હથિયાર ધારા, હત્યા સહીતના 14 જેટલા ગુનામાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. જોકે જેલમાથી તેણે આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગ સાથે પરિચય થયો અને બાદમાં કાર ચોરી કરવા લાગ્યો, જોકે પોલીસને આશા છે કે, આરોપીના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા વધુ ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.

આ પણ વાંચો: T20 World Cup, Ind vs Aus Warm-up, Live Streaming: ક્યારે ,ક્યાં અને કેવી રીતે લાઈવ મેચ જોઈ શકશો

આ પણ વાંચો: Kidney Transplant: માનવ શરીરમાં સૂવરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ, તબીબોને મળી મોટી સફળતા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">