અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી

અમદાવાદ શહેરમાં સરદારનગર પોલીસ મથકમાં એક યુવતીએ ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. એક યુવક દ્વારા યુવતી તેમજ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ (Fraud) નોંધાઈ છે.

અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી
Ahmedabad: Fraud under the pretext of ordering cheap items online to more than 130 people (આરોપી-જીશાન અંસારી)
Harin Matravadia

| Edited By: Utpal Patel

Apr 11, 2022 | 11:54 PM

Ahmedabad: સરદારનગરમાં રહેતી એક યુવતીને સસ્તી કિંમતે ઓનલાઇન (Online) વસ્તુઓ લેવી અને સંબંધીઓને અપાવવી ભારે પડી. એક યુવકે 40 લાખની રકમ મેળવી આ યુવતીને છેતરપીંડીનો (Fraud) ટાર્ગેટ બનાવી. જોકે આ શખ્સે માત્ર એક યુવતી સાથે નહિ પણ અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં સરદારનગર પોલીસ મથકમાં એક યુવતીએ ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. એક યુવક દ્વારા યુવતી તેમજ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી એક યુવતી સાથે વર્ષ 2020 ના જાન્યુઆરી માસમાં સંપર્કમાં આવ્યો હતો. આરોપી જીશાન અન્સારી એમેઝોન વેબસાઇટ પર મળતી તમામ વસ્તુઓ 50 % ના ભાવે મેળવી આપતો હોવાનું યુવતીને જાણવા મળ્યું. જેથી યુવતીએ તેની પાસે અનેક વસ્તુઓ મંગાવી અને આરોપીએ તે તકનો લાભ લઇ યુવતીના લાખો રૂપિયા ખંખેરી લીધા.

આરોપી પાસે જ્યારે યુવતી આવી ત્યારે જ તે તેની જાળમાં ફસાઈ જશે તેવો તેને વિશ્વાસ હતો. અને થયું પણ એવું જ. જેથી ફરિયાદી યુવતીને આરોપીએ પહેલા એક મોબાઈલ ઓનલાઇન વેબસાઇટ પરથી 50 % ભાવે લાવી આપ્યો હતો. અને તેનું બિલ પણ મોકલી આપ્યું હતું. ત્યારે ફરિયાદી યુવતીને વધુ લાલચ જાગી અને પોતાના સહિત અલગ અલગ સગા સંબંધી ને પણ કહી ને કુલ 40 લાખ થી વધુની રકમની વસ્તુઓ મંગાવી હતી. ત્યારે જ જીશાન અલી અન્સારીએ એકપણ વસ્તુ લાવી ન આપી કે ન આપ્યા નાણાં અને આરોપી જીશાન અલી અન્સારીએ પોતાના મોબાઈલ બંધ કરી નાખ્યા અને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો.

યુવતીએ પોતે સસ્તું લેવાના અને લોકોને સસ્તું અપાવવાના નામે છેતરાઈ ગઈ. 130 થી વધુ લોકોએ સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવા નાણાં આપ્યા હતા પણ આરોપી લોકોનું ફૂલેકુ ફેરવી ફરાર થઇ ગયો. આરોપી સામે અન્ય પોલીસસ્ટેશનમાં પણ આવી અરજીઓ થઈ છે અને તેનું ઘર પણ સીલ હોવાથી કોઈ બેન્ક સાથે ફ્રોડ કર્યું હોવાનું માની પોલીસ તેને શોધવા પ્રયાસ કરી રહી છે. આરોપી પકડાયા બાદ જ કેટલા લોકોના કેટલા રૂપિયાનું ફૂલેકુ આરોપીએ ફેરવ્યું તે સામે આવશે.

આ પણ વાંચો : IPL 2022: યુઝવેન્દ્ર ચહલના આરોપો પર શરૂ થઈ કાર્યવાહી, આ ખેલાડીઓ રૂમમાં બંધ

આ પણ વાંચો : IPL 2022 : હાર્દિક પંડ્યાએ ફટકારી સૌથી ઝડપી સિક્સરની સદી, ભારતના મોટા દિગ્ગજો પાછળ રહી ગયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati