IPL 2022: યુઝવેન્દ્ર ચહલના આરોપો પર શરૂ થઈ કાર્યવાહી, આ ખેલાડીઓ રૂમમાં બંધ

આ વિવાદને કારણે ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબે કહ્યું છે કે ચહલ દ્વારા તેમના મુખ્ય કોચ જેમ્સ ફ્રેન્કલિન પર લગાવવામાં આવેલા શારીરિક ઉત્પીડનના આરોપો અંગે તેઓ પોતે કોચ સાથે વાત કરશે.

IPL 2022: યુઝવેન્દ્ર ચહલના આરોપો પર શરૂ થઈ કાર્યવાહી, આ ખેલાડીઓ રૂમમાં બંધ
Yuzvendra Chahal (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:16 PM

ટીમ ઈન્ડિયાના (Team India) સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ હાલમાં જ પોતાના અંગત જીવન વિશે એક મોટો ખુલાસો કર્યો છે. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે 9 વર્ષ પહેલા IPL મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ખેલાડીઓ જેમ્સ ફ્રેન્કલિન અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સે તેને નશાની હાલતમાં 5માં માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો હતો. જો આ દરમિયાન કોઈ ભૂલ થાય તો તે નીચે પડી જતો.

ડરહામે નિવેદન જાહેર કર્યું

આ વિવાદને કારણે ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબે કહ્યું છે કે યુઝવેન્દ્ર ચહલ દ્વારા તેમના મુખ્ય કોચ જેમ્સ ફ્રેન્કલિન પર લગાવવામાં આવેલા શારીરિક ઉત્પીડનના આરોપો અંગે તેઓ પોતે કોચ સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે ચહલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે તેની ટીમના સાથી ફ્રેન્કલિન અને એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ચેમ્પિયન્સ લીગ જીત્યા બાદ તેને બાંધી દીધો.

ESPNcricinfo ને આપેલા નિવેદનમાં, ડરહામે કહ્યું, કલબ 2011 ની ઘટનાના અહેવાલોથી વાકેફ છે. આમાં અમારા કોચિંગ સ્ટાફના એક સભ્યનું નામ પણ સામે આવ્યું છે. અમે આ મામલે અમારા કર્મચારી સાથે વ્યક્તિગત રીતે વાત કરીશું અને તમામ હકીકતો જાણવાનો પ્રયાસ કરીશું.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

રવિ શાસ્ત્રીએ પણ ચહલનું સમર્થન કર્યું હતું

આ વિવાદ પર યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું સમર્થન પણ મળ્યું છે. આ ઘટના અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આ કોઈ મજાક નથી. આ ચિંતાનો વિષય છે. જો કોઈ ખેલાડી આવું કરે છે તો તેની માનસિક સ્થિતિ બરાબર નથી. આ સિવાય ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) એ પણ યુઝવેન્દ્ર ચહલનું સમર્થન કર્યું હતું અને ટ્વીટ કરીને ચહલને આ ખેલાડીઓનું નામ પૂછ્યું હતું.

આ પણ વાંચો : IPL 2022: આ સિઝનમાં કઈ ટીમ સૌથી મજબૂત છે? મેથ્યુ હેડને આપ્યો જવાબ

આ પણ વાંચો : IPL 2022 CSK vs RCB Live Streaming: ચેન્નાઈ Vs બેંગ્લોર, ધોની-વિરાટના અવાજો ગુંજશે, ક્યાં જોવા મળશે મેચ, જાણો અહીં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">