IPL 2022 : હાર્દિક પંડ્યાએ ફટકારી સૌથી ઝડપી સિક્સરની સદી, ભારતના મોટા દિગ્ગજો પાછળ રહી ગયા
IPL 2022: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હાર્દિક પંડ્યાએ IPLમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) એટલે કે IPL માં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. IPL માં હાર્દિક પંડ્યાએ એક ખાસ સિદ્ધિ મેળવી છે. હાર્દિક પંડ્યાએ IPL માં સિક્સરની સદી પૂરી કરી લીધી છે. IPL માં સૌથી ઝડપી 100 સિક્સરનો (100 Sixes) રેકોર્ડ હાર્દિક પંડ્યાના નામે છે. તેના કરતા ઝડપી કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. આ રીતે હાર્દિક પંડ્યાએ ભારત માટે IPL માં ઈતિહાસ રચ્યો છે.
હાર્દિક પંડ્યાએ આઈપીએલની 96મી મેચની 89મી ઈનિંગમાં સિક્સરની સદી પૂરી કરી હતી. હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે પ્રથમ સિક્સ ફટકારતાની સાથે જ તેની આઈપીએલમાં સિક્સરની સંખ્યા બેથી ત્રણ અંકમાં બદલાઈ ગઈ હતી. IPL માં 100 કે તેથી વધુ સિક્સર મારનાર તે 26મો ખેલાડી બન્યો. પરંતુ સૌથી ઓછા બોલમાં 100 સિક્સર મારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો. તેણે આ કારનામું માત્ર 1046 બોલમાં કર્યું છે.
રિષભ પંત આ લિસ્ટમાં સૌથી મોખરે છે
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પહેલા ઋષભ પંત (Rishabh Pant) એ ભારત માટે 1224 બોલમાં 100 સિક્સર ફટકારી હતી. જોકે, IPL માં સૌથી ઝડપી 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ આન્દ્રે રસેલે કર્યો છે. તેણે 657 બોલમાં 100 સિક્સર ફટકારી છે.
Su vaat ‘Chhe’ x 💯 🔥#SeasonOfFirsts #AavaDe #SRHvGT pic.twitter.com/PMoQPUh1nI
— Gujarat Titans (@gujarat_titans) April 11, 2022
આ લિસ્ટમાં યુસુફ પઠાણ ત્રીજા સ્થાને આવે છે
આ લિસ્ટમાં વધુ ખેલાડીઓની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિસ ગેલનું નામ આ મામલામાં બીજા નંબર પર છે. તેણે IPL ના ઈતિહાસમાં 943 બોલમાં 100 સિક્સર પૂરી કરી હતી. ભારત તરફથી યુસુફ પઠાણ આ યાદીમાં ત્રીજા નંબર પર હાર્દિક અને પંત બાદ છે, તેણે 1313 બોલમાં આ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મહત્વનું છે કે હાર્દિક પંડ્યા ગત આઇપીએલ સુધી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્યો હતો. આ વખતે મુંબઈ ટીમે તેને રીટેન ન કરતા તેને લીગની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ ટીમે ખરીદ્યો હતો અને તેને ગુજરાટ ટાઇટન્સ ટીમનો સુકાની બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા પોતાની ક્રિકેટ કારકિર્દીમાં પહેલીવાર સુકાની પદ સંભાળી રહ્યો છે અને તેમાં તેણે લીગમાં પહેલી ત્રણ મેચમાં તમામ મેચ જીતીને પોતાના આલોચકોને જવાબ આપી દીધો છે.
આ પણ વાંચો : IPL 2022: ધોની-જાડેજા દરરોજ કેપ્ટનશિપ વિશે વાત કરે છે, CSKના બેટિંગ કોચનું નિવેદન
આ પણ વાંચો : IPL 2022: આ સિઝનમાં કઈ ટીમ સૌથી મજબૂત છે? મેથ્યુ હેડને આપ્યો જવાબ