અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી, આરોપી પાસેથી 7 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત
પકડાયેલ સોહિલ મન્સૂરી છેલ્લા 3 વર્ષથી એમ.ડી ડ્રગ્સનું (Drugs) વન કરતો હતો. અને છેલ્લા 6 માસથી એમ.ડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો.
અમદાવાદમાં (Ahmedabad)ક્રાઈમ બ્રાન્ચે વધુ એક એમ.ડી ડ્રગ્સના (Drugs) પેડલરની ધરપકડ કરી. આ પેડલર પાસેથી રૂપિયા 7 લાખથી વધુનુ ડ્રગ્સનો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) જપ્ત કર્યો. યુવકને ડ્રગ્સની લત લાગી અને નશો કરવા ડ્રગ્સનો પેડલર બન્યો. મોબાઈલ પર નશાનો વેપાર કરતો કોણ છે આ પેડલર વાંચો આ અહેવાલમાં.
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે મોહમ્મદ સોહેલ મન્સૂરી એમ.ડી ડ્રગ્સનો પેડલર વીથ સપ્લાયર છે. આરોપી અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે. અમદાવાદમાં ડ્રગ્સનુ નેટવર્ક વધતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં સર્ચ કરી રહયા હતા. ત્યારે મકરબામાં ખાણીપીણીની લારીઓ નજીક મોહમદ સોહેલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો,. ક્રાઈમ બ્રાચે તપાસ કરતા તેની પાસેથી 71.28 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
પકડાયેલ સોહિલ મન્સૂરી છેલ્લા 3 વર્ષથી એમ.ડી ડ્રગ્સનું સેવન કરતો હતો. અને છેલ્લા 6 માસથી એમડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો.મહત્વનું છે કે પોલીસને સોહીલ પાસેથી મોટી 50 ગ્રામની જીપર પણ મળી આવી હતી. અને સોહીલ સાંજ થી મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યા ઉપર મોડી રાત સુધી એમ.ડી ડ્રગ્સની નાની નાની 1 ગ્રામની જીપર 2000 થી 2500 ના ભાવમાં વેચતો હતો. મોબાઈલ પર ગ્રાહકોનો સંપર્ક કરીને ડ્રગ્સનો વેપાર કરતો હતો.
ડ્રગ્સનુ નેટવર્ક યુવાપેઢીને બરબાદ કરી રહી છે. કાફે હોય કે ખાણીપીણી બજાર હોય ત્યા ડ્રગ્સ પેડલરોનુ નેટવર્ક સક્રીય થયુ છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ પેડલરો અને માફીયા વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાંચે સિંધુભવન રોડ ઉપરથી કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની સર્ચ કરતા 13 જેટલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે વધુ એક પેડલરને પકડવામા ક્રાઈમ બ્રાંચને સફળતા મળી. આ પેડલર ડ્રગ્સ કયાથી લાવતો હતો અને તેના નેટવર્કને લઈને ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.