Ahmedabad : યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી આચરાયું દુષ્કર્મ, બે-બે વાર ગર્ભવતી પણ બનાવી
ભોગ બનાર યુવતી આક્ષેપ કર્યા છે કે છેલ્લા 3 વર્ષથી આરોપી રોનક અલગ અલગ પ્રકારની લાલચો આપી દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આરોપી રોનક પરણિત હોવા છતાં અપરણિત હોવાનું કહી યુવતી સાથે શરીર સંબંધ બાંધીને બે વાર ગર્ભવતી બનાવી હતી.
યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીને બે-બે વાર ગર્ભવતી બનાવી લગ્ન લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બોડકદેવમાં રહેતી 31 વર્ષીય યુવતીનો મણિનગરના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ગોહિલ સાથે પરિચયમાં આવી હતી. રોનક પોતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હોવાનું જણાવીને યુવતીને રાજકારણમાં જોડવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપી રોનક યુવાજન જાગૃતિ પાર્ટી શરૂ કરી હતી. તેમાં યુવતીને યુવાજન જાગૃતિ પાર્ટીમાં જિલ્લા પ્રમુખ મહિલા મોરચાના હોદ્દો આપી લાલચ આપી શારીરિક સંબંધ બાંધી બે – બે વખત ગર્ભપાત કરાવ્યો હતો. આરોપી રોનકસિંહ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. આખરે આરોપી રોનક લગ્ન કરવાની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનાર યુવતી આક્ષેપ કર્યા છે કે છેલ્લા 3 વર્ષથી આરોપી રોનક અલગ અલગ પ્રકારની લાલચો આપી દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આરોપી રોનક પરણિત હોવા છતાં અપરણિત હોવાનું કહી યુવતી સાથે શરીર સંબંધ બાંધીને બે વાર ગર્ભવતી બનાવી હતી. યુવતીનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ પણ ધમકી આપવામાં આવે છે. ત્યારે મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી રોનકસિંહ પકડવા તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ રોનક અને તેના મિત્રે ભેગા થઈને દેશભરમાં વેપારીઓનું 300 કરોડથી પણ વધારેનું ફુલેકુ ફેરવ્યું છે. આરોપી રોનક 10 જેટલી લક્ઝુરિયસ કાર લઈ ફરે છે. વર્ષ 2022ની ચૂંટણી લડવા માટે કરોડોનું સોનુ પહેરી રોફ જાડે છે અને પિસ્તોલ સાથે રાખી ફોટા પડાવે છે. યુવતીના આક્ષેપોને લઈને મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
દુષ્કર્મ કેસમાં આરોપી રોનક ગોહિલ સાથે તેના મિત્ર મહાવીર ચૌહાણ વિરુદ્ધ પણ ગર્ભપાત કરાવવા મદદગારી ને લઈને ગુનો નોંધાવવા આવ્યો છે. મહિલા પોલીસે યુવતીના આક્ષેપોને લઈને હોસ્પિટલ અને જુદી જુદી હોટલમાં તપાસની સાથે આરોપીની ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : માત્ર કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાથી સમસ્યા હલ નહીં થાય, MSP પર જોઈએ સમાધાન, હૈદરાબાદમાં બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત