Ahmedabad : ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, સીટીએમ ટોલનાકા પાસેથી બે શખ્સો ઝડપાયા

|

Dec 17, 2021 | 6:46 PM

અમદાવાદના CTM ટોલનાકા પાસેથી 62 કિલો ગાંજો ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી વિરેન્દ્રસિંહ દરબાર અને રાજીવ યાદવ કારમાં ગાંજાનો જથ્થો લઈ જઈ રહ્યા હતા.

Ahmedabad : ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, સીટીએમ ટોલનાકા પાસેથી બે શખ્સો ઝડપાયા
અમદાવાદમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

Follow us on

અમદાવાદના CTM ટોલનાકા પાસેથી 62 કિલો ગાંજો ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી વિરેન્દ્રસિંહ દરબાર અને રાજીવ યાદવ કારમાં ગાંજાનો જથ્થો લઈ જઈ રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં કારમાંથી 62 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યા હતો. બંને આરોપ શહેરના ચાંદલોડિયા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી રાજયમાં નશાના કારોબારનો પર્દાફાશ થઇ રહ્યો છે. એટલે કે રાજયમાં યુવાધનને બરબાદ કરવાનું રીતસરનું કારસ્તાન ચાલતું હોવાનું ખુલી રહ્યું છે. રાજયમાં અવારનવાર ડ્રગ્સ, ગાંજો અને ચરસનો જથ્થો ઝડપાવાના કિસ્સાઓ જે રીતે વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય બન્યો છે.

થોડા દિવસ પહેલા રાજયમાં ડ્રગ્સનો કરોડોનો જથ્થો ઝડપાયા બાદ સરકાર અને પોલીસ વિભાગ હરકતમાં આવી હતી. ત્યારે અમદાવાદ સહિત રાજયમાં અનેકવાર ગાંજાનો જથ્થો પણ ઝડપાઇ રહ્યો છે. તે મામલે હવે પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઇ છે. જો હવે યુવાનોમાં જાગૃતિ નહીં આવે તો ગાંજા સહિતના નશાનું વેચાણ ખુલ્લેઆમ થશે તેમાં નવાઇ નહીં રહે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો : Ahmedabad : વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો, આરોપીઓને આજીવન કેદની સજા

આ પણ વાંચો : Health: જમ્યા પછી છાશ પીવાથી અને વજ્રાસન કરવાથી વધે છે પાચન, જાણો ફિટ રહેવા માટેની કેટલીક ખાસ ટિપ્સ

Next Article