AHMEDABAD : આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ નાસિકથી ઝડપાયો

રાજુ ચાંદક આસારામ અને આસારામ આશ્રમ વિરુદ્ધ નિવેદનો આપતો હતો. જેના કારણે આસારામે પોતાના ફાયનાન્સરને રાજુ ચાંદકની સોપારી આપી તેની હત્યા કરવાના આદેશ આપ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 4:55 PM

AHMEDABAD : આસારામ કેસમાં અમદવાદ ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સંજુ વૈદ નાસિકથી ઝડપી પાડ્યો છે. સંજુ વૈદ રાજુ ચાંદક પર 3 રાઉન્ડ ફાયરિંગના કેસમાં વોન્ટેડ હતો. રાજુ ચાંદક આશારામ વિરૂદ્ધ બોલતો હોવાથી સંજુ વૈદે તેના પર ફાયરિંગ કર્યું હતું.

આ કેસની વિગત જોઈએ તો રાજુ ચાંદક આસારામ અને આસારામ આશ્રમ વિરુદ્ધ નિવેદનો આપતો હતો. જેના કારણે આસારામે પોતાના ફાયનાન્સરને રાજુ ચાંદકની સોપારી આપી તેની હત્યા કરવાના આદેશ આપ્યા હતા. આસારામની સૂચનાથી ફાયનાન્સર કે.ડી. પટેલે રાજુ ચાંદક હત્યા કરવા એક લાખ રૂપિયાની સોપારી આપી હતી. તારીખ 5 ડીસેમ્બર 2009 ના રોજ રાજુ ચાંદક બાપુનગરથી સાબરમતી તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શાર્પ શૂટરે તેના પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને ગંભીર ઈજાઓ પહોચાડી હતી.

આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુરાવા એકત્ર કરી કે.ડી. પટેલની ધરપકડ કરી હતી, જયારે આ કેસમાં સંડોવાયેલો સંજુ વૈદ ફરાર થઇ ગયો હતો અને પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">