Live CCTV : ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની કરાઈ હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

|

Oct 11, 2022 | 11:34 AM

લાલગેટ વિસ્તારમાં ફૂટપાટ પર રહેતા ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ક્રૂરતા પૂર્વકના કરાયેલી હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

Live CCTV : ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની કરાઈ હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ
A beggar living on the footpath was killed, the incident was caught on CCTV

Follow us on

સુરતના(Surat ) લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતા પૂર્વક હત્યા (Murder )કર્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં(CCTV) કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે એક વ્યક્તિને અટકાયત કરી અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

ભિક્ષુકને લાકડાના ફટકા મારી કરાઈ હત્યા :

સુરતના લાલગેટ ખાતે આવેલ લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાય હોવાની ઘટના સામે આવી છે.ગત મોડી રાત્રે અંદાજે બે થી ચાર વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા ભિક્ષુકે લાકડાના ફટકા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી છે. ભિક્ષુક રસ્તા પર ખુલ્લેઆમ જઈ રહ્યો હતો દરમિયાન તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઘટના સ્થળે જ મોત નીપજાવી કાઢ્યું હતું

.મારનાર ભિક્ષુક હત્યા કરી બિન્દાસ્ત રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘટનાની જાણ વહેલી સવારે પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી.જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે.

જાહ્નવી શ્રીમાંકર અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે
શું તમને પણ રહે છે Dry Eyesની સમસ્યા? તો જાણો ઘરેલુ ઉપચાર
T20 વર્લ્ડ કપમાં માત્ર મહિલાઓ જ કરશે અમ્પાયરિંગ, જાણો કેટલો મળે છે પગાર?
કાશ્મીરી રાજમા આ રીતે બનાવી તમારા ડિનરને બનાવો ખાસ
Salt : મીઠું અસલી છે કે નકલી? ઘરે સરળતાથી કેવી રીતે ઓળખવું
ભારતની રાજધાની રહી ચુક્યુ છે આ હિલ સ્ટેશન, વરસાદ આવતા જ બની જાય છે સ્વર્ગ

સીસીટીવીમાં કેદ થઇ ઘટના :

લાલગેટ વિસ્તારમાં ફૂટપાટ પર રહેતા ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ક્રૂરતા પૂર્વકના કરાયેલી હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં મોડી રાત્રે ભિક્ષુક રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક જ અન્ય એક ભિક્ષુક તેને લાકડાના ફટકા વડે મારવા માંડ્યો હતો. ભિક્ષુકને માથાના ભાગમાં ઉપરા છાપરી સાત થી આઠ લાકડાના ફટકા મારી ઘટના સ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં મારનાર ભિક્ષુક હત્યા કરી બિન્દાસ રીતે ચાલ્યો ગયો હતો.

હાલ તો લાલગેટ પોલીસે હત્યાના સીસીટીવીને આધારે આગળની તપાસ શરૂ કરી છે. આ ઘટના બનતા ની સાથે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ઘટના તરફ પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ત્યારે સીસીટીવી ની અંદર એક વ્યક્તિ દ્વારા હત્યા કર્યા બાદ ફરાર થતા નજરે પડતા તેની શોધખોળ શરૂ કરી હતી અને સીસીટીવીના આધારે આ વ્યક્તિની અટકાયત કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે.

Published On - 11:29 am, Tue, 11 October 22

Next Article