Crime News: PubG ના ચક્કરમાં 16 વર્ષના સગીરે કરી 12 વર્ષના પિતરાઈ ભાઈની હત્યા

નાગોરમાં 16 વર્ષના સગીરને પબજી અને ફ્રી ફાયર ગેમની એવી લત લાગી કે તેને પોતાના 12 વર્ષના કાકાના છોકરાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી. હત્યા બાદ તેના મૃતદેહને જમીનમાં દફનાવી દીધો.

Crime News: PubG ના ચક્કરમાં 16 વર્ષના સગીરે કરી 12 વર્ષના પિતરાઈ ભાઈની હત્યા
Crime (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 1:10 PM

રાજસ્થાન(Rajasthan)ના નાગોરમાં 16 વર્ષના સગીરે પબજી અને ફ્રી ફાયરની એવી આદત પડી કે તેને પોતાના કાકાના છોકરાની હત્યા કરી નાખી. અને તેના મૃતદેહને નાલામાં નાખી માથે માટી નાખી દીધી હતી. એટલું જ નહીં આસામમાં રહેલા તેમના પિતરાઈ કાકાને ફેક ઈન્સ્ટાગ્રામ (Instagram) આઈડીથી મેસેજ કરી 5 લાખની ખંડણી પણ માગી હતી.

સોમવાર સવારે લાડનું પોલીસે આરોપી સગીરને ડિટેન કરી તેના સ્પોટલાઈટ પર ગામના તળાવ કિનારે નાલામાં નાખી માથે માટી નાખી દીધી હતી.. હાલ લાડનું CHC પર પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

શું સમગ્ર ઘટના

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

8 ડિસેમ્બરે ધુડીલા ગામના એક 12 વર્ષીય બાળક પોતાની માતાનો મોબાઈલ લઈ ઘરથી ગાયબ થઈ ગયો હતો. તે બાળકના કાકાએ બીજા દિવસે પોલીસ (Police) સ્ટેશનમાં ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી. તેઓ અનુસાર બાળકોને પબજી (PubG Game) અને ફ્રી ફાયર રમવાની આદત હતી. તેના પર પોલીસે સાઈબર ટેક્નોલોજી (Cyber technology)થી બાળકોની તપાસ શરૂ કરી.

આ દરમિયાન આસામમાં રહેતા (આ બાળક) ના કાકાને એક ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ આવ્યો કે તે બાળક તેની પાસે દિલ્હીમાં આવી ગયું છે. અને જો તેને જીવતું જોતું હોય તો 5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લો. પરિજનોએ તાત્કાલિક તેની જાણકારી પોલીસને કરી.

પોલીસે સાઈબર ટેક્નોલોજીથી તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે, ઈન્સ્ટાગ્રામ આઈડીથી ખંડણી માગવામાં આવી રહી હતી, તેનું IP એડ્રેસ (IP Address) તે બાળક સાથે ગુમ થયેલ મોબાઈલનું હતું. લોકેશન તેના ગામનું જ આવી રહ્યું હતું. મોબાઈલમાં ઈન્ટરનેટ બીજા મોબાઈલના હોટસ્પોટથી ચલાવામાં આવી રહ્યું હતું. માસુમ બાળકના સગીર પિતરાઈ ભાઈ પર શક ગયો.

પોલીસે પિતરાઈ ભાઈ સાથે પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસ પૂછપરછમાં સગીરે જણાવ્યું કે, મોબાઈલમાં પબજી, ફ્રી ફાયર અને તીન પત્તી જેવી ગેમ રમતો હતો. જેમાં સતત થયેલી હારથી તેના પર કર્જો ચડી ગયો હતો, રૂપિયાની ખાસ જરૂર હતી. મૃતક પણ તેની સાથે મોબાઈલ પર ગેમ રમતો હતો.

જેને લઈ તેને ગામના તળાવ કિનારે તેનું ગળું દબાવી હત્યા કરી દીધી. તેનો મોબાઈલ પોતાના કબજામાં લઈ મૃતદેહને નાલામાં નાખી માટી નાખી દીધી. ત્યાર બાદ આરોપી સગીરે માસુમ બાળકના મોબાઈલથી સિમ કાઢીને ફેંકી દીધું. પછી ઈન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી બનાવ્યું, બીજા મોબાઈલ નેટવર્કથી હોટસ્પોટ કનેક્ટ કરી ખંડણી માગી હતી.

શા માટે હોય છે પૈસાની જરૂર

જણાવી દઈએ કે, પબજી, ફ્રી ફાયર જેવી ઓનલાઈન ગેમ રમવા માટે વોલેટ હોય છે. જેમાં પેટીએમ અને કાર્ડના મદદથી રિચાર્જ કરવામાં આવે છે. વોલેટમાં હાજર પેસાની મદદથી ગેમ રમવામાં અલગ-અલગ લેવલ ખુલે છે. આ સાથે તમારા કેરેક્ટર માટે કપડા અને બંદૂકોની સ્કિન સુધી ખરીદવામાં આવે છે. જેની કિંમત ઘણી વખત હજારોમાં હોય છે.

આ પણ વાંચો: Technology: WhatsApp પર કોઈ કોઈ જોઈ નહીં શકે તમે ક્યારે કરી રહ્યા છો ‘Typing’, જાણો કઈ રીતે

આ પણ વાંચો: Viral: જ્યારે સિંહના બચ્ચાએ મસ્તી-મસ્તીમાં ચિન્પાન્ઝીની કરી દીધી હવા ટાઈટ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">