સાવધાન : એપના માધ્યમથી 250 કરોડનું સાયબર ફ્રોડ, 15 દિવસમાં નાણાં ડબલ કરવાની આપી હતી લાલચ

દેશમાં એપ(App ) ના માધ્યમથી ચલાવવામાં આવતા આંતર રાષ્ટ્રીય સાયબર ફ્રોડ(Fraud) નું રેકેટ સામે આવ્યું છે. જેમાં 15 દિવસમાં નાણા ડબલ કરવાની લાલચ આપીને ચાર મહિનામાં 250 કરોડનું ફ્રોડ(Fraud) કરવામાં આવ્યું હતું.

સાવધાન : એપના માધ્યમથી 250 કરોડનું સાયબર ફ્રોડ, 15 દિવસમાં નાણાં ડબલ કરવાની આપી હતી લાલચ
એપના માધ્યમથી 250 કરોડનું સાયબર ફ્રોડ
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 3:43 PM

દેશમાં એપ(App ) ના માધ્યમથી ચલાવવામાં આવતા આંતર રાષ્ટ્રીય સાયબર ફ્રોડ(Fraud) નું રેકેટ સામે આવ્યું છે. જેમાં 15 દિવસમાં નાણા ડબલ કરવાની લાલચ આપીને ચાર મહિનામાં 250 કરોડનું ફ્રોડ(Fraud) કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરાખંડ પોલીસે આ કેસમાં નોઇડાથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.આ સમગ્ર કેસમાં ચીનની સ્ટાર્ટઅપ યોજના હેઠળ એપ દ્વારા ફ્રોડને અંજામ આપ્યો હતો.

લોકોને 15 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ

દેશમાં અંદાજે 50 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે. આ એપના માધ્યમથી લોકોને 15 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી. આ એપનું નામ “પાવરબેંક” છે અને તે 12 મે સુધી ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાતી હતી. જેમાં લોકોએ 15 દિવસમાં નાણાં ડબલ કરવા માટે આ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવતું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સમગ્ર કેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે હરિદ્વાર નિવાસી પોલીસને ફરિયાદ કરી કે પાવર બેંક એપ થી નાણાં ડબલ કરવા માટે તેમણે બે વાર ક્રમશ 93 હજાર અને 72 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જે 15 દિવસમાં ડબલ થશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો.

250 કરોડ રૂપિયાની  ફ્રોડની વિગતો સામે આવી

જો કે પોલીસ ફરિયાદ બાદ આ સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું કે આ રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમજ જયારે આ નાણાકીય ટ્રાન્સફરની વિગતો સામે આવી તો 250 કરોડ રૂપિયાની  ફ્રોડ(Fraud)ની વિગતો સામે આવી હતી.

લોકોને નાણાં ડબલ કરવાની લાલચ આપીને રોકાણ કરાવવા લાગ્યા

ઉત્તરાખંડ એસટીએફના એસએસપી અજય સિંહે જણાવ્યું કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફ્રોડ(Fraud) કરનારા વિદેશી રોકાણકારો દ્વારા ભારતના બિઝનેશમેન ને કમિશન આપીને એપના માધ્યમથી લોન આપવાની વાત કરે છે. જેમાં પછી બદલાવ કરીને લોકોને નાણાં ડબલ કરવાની લાલચ આપીને રોકાણ કરાવવા લાગ્યા હતા.

તમામ લોકોના નાણાં એક જ ખાતામાં નાખવામાં આવ્યા હતા. તેમજ શરૂઆતમાં કેટલાંક લોકોના નાણાં પરત પણ આપવામાં આવ્યા હતા.

આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં બદલીને તેને વિદેશ મોકલતો

આ કેસની તપાસ કરી રહેલા એસએસપી અજય સિંહે કહ્યું કે પોલીસે તપાસ દરમ્યાન નોઇડાથી એક આરોપી પવન પાંડેની ધરપકડ કરી છે. જેની પાસેથી 19 લેપટોપ, 592 સીમ કાર્ડ, 5 મોબાઇલ ફોન . ચાર એટીએમ કાર્ડ એન 1 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ એસટીએફે તપાસમાં સામે આવ્યું કે તે આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં બદલીને તેને વિદેશ મોકલતો હતો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">