Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 95 સાથે કુલ 397 કેસ નોંધાયા
કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.

ગુજરાતમાં કોરાનાના નવા નોંધાયેલા 95 કેસની સાથે કુલ 397 કેસ નોંધાયા છે. જેમાંથી 22 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 375 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે. આજે હોસ્પિટલમાંથી 36 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
અમદાવાદમાં એલ જી હોસ્પિટલમાં એક યુવતી કોરોનાથી મૃત્યુ પામી હોવાની વાત વહેતી થઈ હતી. જો કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ અખબારી યાદીમાં આજે સોમવારના રોજ સમગ્ર ગુજરાતમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું ના હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છના ભુજમાં 7 વર્ષના બાળકને કોરોના થયો છે. કચ્છમાં સતત વધી રહ્યા છે કોરોનાના પોઝીટીવ કેસ. ગઇકાલે 2 કેસ આવ્યા હતા પોઝીટીવ, કચ્છમાં કોરોનાના પોઝીટીવ કેસ 9 થયા છે.
રાજકોટ શહેરમાંથી કોરોનાની સામે આવેલ વિગતો અનુસાર, રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. 3 પુરૂષ અને 4 મહિલાના કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. રામકૃષ્ણનગર, સાઘુ વાસવાણી રોડ, હનુમાન મઢી, અયોધ્યા ચોક, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલમાં પોઝિટિવ કેસનો આંક 44 પર પહોંચ્યો છે. કુલ 38 દર્દીઓ સારવાર હેઠળ,6 દર્દીઓ થયાં કોરોનામુક્ત. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ હોવાથી તંત્રને થોડી રાહત છે.
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 203 નવા કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ જેમ કે LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ને કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલોને તૈયાર રહેવાની સલાહ આપી છે, જોકે મોટાભાગના કોરોનાના કેસ ચિંતાજનક નથી.
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ મુદ્દે, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. હાલનો કોરોના એ ઓમીક્રોન વેરીએન્ટ નું સબ વેરીએન્ટ છે. જેને માલુમ પડે તે જાતે કોરેન્ટાઇન થઈ સારવાર લઈ સાજા થઈ શકે છે.
વર્ષે બે વર્ષે આવો એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ ન્યુમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. કોરાનાથી એક દર્દીનું મોત થયુ હોવા અંગે આરોગ્ય પ્રપધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટાં પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઇ શકે છે.