આજે ગુજરાતમાં કોરોના સામેના રસીકરણનો નવો વિક્રમ સ્થપાશે, 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે

ગુજરાતમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના સામેની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી.

આજે ગુજરાતમાં કોરોના સામેના રસીકરણનો નવો વિક્રમ સ્થપાશે, 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે
Corona Vaccinatine (File Image)
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 08, 2022 | 7:27 AM

ગુજરાત (Gujarat)માં રસીકરણ અભિયાન (Vaccination campaign) પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. જે રીતે કોરોના રસીકરણ થઈ રહ્યું છે તે જોતા રાજ્યમાં નવો વિક્રમ સ્થાપિત થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 9 કરોડ 98 લાખ 80 હજાર 825 ડોઝ આપી દેવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે.

એક તરફ કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને કોરોના દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ ચાલી રહ્યું છે તેની કેન્દ્ર સ્તરે પ્રશંસા થઇ રહી છે.

ગુજરાતમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના સામેની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી. ત્યારબાદ પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી સામે ઝઝૂમતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ હતી.

17 એપ્રિલ 2021ના રોજ દેશમાં એક કરોડ વેક્સિનના ડોઝ આપવાનો વિક્રમ સર્જાયો હતો. 13 જુલાઈ 2021એ આ આંકડો બે કરોડને પાર પહોંચી ગયો હતો. તો 20 જુલાઈ 2021ના દિવસે ત્રણ કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટના રોજ 4 કરોડ, 8 સપ્ટેમ્બરના દિવસે 5 કરોડ અને 22 ઓક્ટોબર 2021ના દિવસે 6.80 કરોડ ડોઝ અપાયા હતા. 28 નવેમ્બર 2021ના દિવસે 8 કરોડ. 12 જાન્યુઆરી 2022ના દિવસે 9 કરોડનો રસીકરણનો આંકડો પાર થયો હતો.

રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેવામાં રસીકરણનો આ વિક્રમ કોરોના સામેની જંગમાં મહત્વનો સાબીત થશે. મહત્વનું છે કે 7 ફેબ્રુઆરીએ ગુજરાતમાં કોરોનાના કુલ 2909 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 21 લોકોના મોત થયા છે. એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 928 નવા કેસ અને 6 લોકોનાં મોત થયા. તો વડોદરામાં 461 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને 90 નવા કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં 185 નવા દર્દી મળ્યા. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા અને 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.

આ પણ વાંચો-

વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

આ પણ વાંચો-

Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati