ગુજરાતમાં આજે કોરોનાના નવા 2909 કેસ નોંધાયા, 21ના મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 2909 કેસ નોંધાયા, 21ના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:13 PM

ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2909 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાને કારણે કુલ 21 દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં (Gujarat) આજે કોરોનાના (Corona) કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2909 કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કારણે મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાને કારણે કુલ 21 દર્દીઓના મોત (Death) થયા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક મહિના બાદ બીજીવાર રાજ્યમાં પાંચ હજારથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 21 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 928 નવા કેસ અને 6 લોકોનાં મોત થયા. તો વડોદરામાં 461 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા. સુરતમાં પણ કોરોનાથી કુલ ત્રણ લોકોના મોત થયા અને 90 નવા કેસ સામે આવ્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં 185 નવા દર્દી મળ્યા. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા અને 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.

રાજ્યમાં કોરોનાના કારણે કુલ 21 લોકોના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 6 લોકોએ દમ તોડ્યો. જ્યારે વડોદરામાં કુલ 4 લોકોનું મોત થયું છે. જ્યારે સુરત શહેર અને જિલ્લામાં મળીને કુલ 3 દર્દીના નિધન થયા છે. બીજી તરફ રાજયમાં આજે 8862 દર્દી સાજા થયા છે.

ગુજરાતના મહાનગરોમાં કોરોનાનો કહેર

આ પણ વાંચો : Maharashtra: જાણો શિવાજી પાર્ક અને લતા દીદીના અંતિમ સંસ્કાર વચ્ચે શું છે કનેક્શન ?

આ પણ વાંચો : સુરત : AAPના કોર્પોરેટરને ખરીદવા માટે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ, શું હજું AAPમાંથી રાજીનામા પડશે ?

Published on: Feb 07, 2022 07:39 PM
g clip-path="url(#clip0_868_265)">