ઓમિક્રોનના વધ્યા કેસ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું – દેશમાં કુલ 161 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ

દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યસભામાં ઓમિક્રોનના કેસની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને અમે દવાઓના બફર સ્ટોકની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

ઓમિક્રોનના વધ્યા કેસ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું - દેશમાં કુલ 161 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ
Omicron variant case (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:21 PM

સમગ્ર દેશમાં ઓમિક્રોનના (Omicron variant) કેસ વધીને 161 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia) રાજ્યસભામાં આ અંગે માહિતી આપી છે. આરોગ્ય પ્રધાને કહ્યું કે ઓમિક્રોન પર દરરોજ નિષ્ણાતો સાથે નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોરોનાના પ્રથમ અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં રાખીને, અમે મહત્વપૂર્ણ દવાઓના બફર સ્ટોકની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેથી કરીને ઓમિક્રોનના ફેલાવાના કિસ્સામાં આપણે સમસ્યાનો સામનો ન કરવો પડે.

દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ છે?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
મહારાષ્ટ્ર 54
દિલ્હી 28
તેલંગાણામાં 20
રાજસ્થાનમાં 17
કર્ણાટકમાં 14
કેરળમાં 11
ગુજરાતમાં 11
ઉત્તર પ્રદેશમાં 2
આંધ્ર પ્રદેશમાં 1
તમિલનાડુમાં 1
બંગાળમાં 1
ચંદીગઢમાં 1

 

તમામ રાજ્યો પાસે પૂરતી રસી છે આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે હવે 17 કરોડ ડોઝ રસીના ઉપલબ્ધ છે. આજે, ભારત દર મહિને 31 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે આગામી બે મહિનામાં આ વધીને દર મહિને 45 કરોડ ડોઝ થઈ જશે.

આરોગ્ય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોને કારણે કોવિડ રસીના પ્રથમ ડોઝના 88 ટકાનું આપી દેવામાં આવ્યા છે. જ્યાર, રસીનો બીજો ડોઝ તે પૈકીના 58 % લોકોને આપી દેવામાં આવ્યો છે. આજે દેશમાં મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે. જેમને બીજો ડોઝ આપવાનો બાકી છે તે લોકો રસીનો બીજો ડોઝ લે તે માટે સરકાર, આરોગ્ય કર્મચારીઓ સતત પ્રયાસ કરે છે.

આ પણ વાંચોઃ

ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને એકઠા કર્યા 13,109 કરોડ, નાણામંત્રીએ સંસદમાં આપી માહિતી

આ પણ વાંચોઃ

જમ્મુ કાશ્મીરના CM જમ્મુ ક્ષેત્રમાંથી બનશે ? સીમાંકન પંચે જમ્મુમાં 6 બેઠકો, કાશ્મીરમાં 1 બેઠક વધારવાનો રજુ કર્યો પ્રસ્તાવ

g clip-path="url(#clip0_868_265)">