કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વને હચમચાવી નાખ્યું, જાણો અત્યાર સુધી શું થયું ? કેટલું તૈયાર છે ભારત ?
New Corona Variant Update: કોરોનાના નવા વેરિયન્ટે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોના વાયરસ (Corona virus) ના નવા પ્રકાર B.1.1.529ને લઈને હલચલ મચી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેને ઓમિક્રોન (Omicron) નામ આપ્યું છે. અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની (Variant of concern) શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. નવો વેરિયન્ટ (New variant) કેટલો ખતરનાક છે તેના પર WHOનું કહેવું છે કે મહામારીનો આ સ્ટ્રેન ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. તેમના મતે વેરિયન્ટમાં ઘણા મ્યુટેશન (Mutations ) થઈ રહ્યા છે. તેનો વધુ અભ્યાસ કરવાની જરૂર છે. અને તેની અસર સમજવામાં હજુ થોડા સપ્તાહ લાગશે.
1. અત્યાર સુધીમાં કેટલા કેસ મળ્યા છે?
દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો. ત્યાં અત્યાર સુધીમાં 77 લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત બોત્સ્વાનામાં 4 લોકોમાં સંક્રમણના કેસ નોંધાયા છે. આ સિવાય હોંગકોંગમાં 2 અને ઈઝરાયેલમાં એક કેસ મળી આવ્યો છે.
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમરજન્સી બેઠક
દરમિયાન, ભારતે દક્ષિણ આફ્રિકા, ચીન, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બ્રિટન, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયેલ સહિત યુરોપના ઘણા દેશોને જોખમની શ્રેણીમાં મૂક્યા છે, એમ કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું. જો કે, સારી વાત એ છે કે ભારતમાં અત્યાર સુધીમાં નવા પ્રકારના વેરિયન્ટ સાથેનો કોઈ પણ સંક્રમિત વ્યક્તિ મળ્યા નથી. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા જતા પ્રવાસીઓની કડક તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાકીદની બેઠક યોજી છે.
3.આ વેરિયન્ટ પણ ચિંતાની યાદીમાં છે
ઓમિક્રોન એ કોરોનાનું એકમાત્ર પ્રકાર નથી જેને ચિંતાની યાદીમાં મૂકવામાં આવ્યો હોય. આ પહેલા આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિયન્ટને પણ ચિંતાની યાદીમાં રાખવામાં આવ્યા છે. ડેલ્ટા વેરિયન્ટ ભારતમાં જોવા મળ્યો હતો. જેણે કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં તબાહી મચાવી હતી.
4. શું નવો વેરિયન્ટ અત્યાર સુધીનું સૌથી ખતરનાક છે ?
કોરોનાનું નવું સ્વરૂપ કેટલું ખતરનાક હશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તે અત્યાર સુધીનું સૌથી મ્યુટેટેડ વેરિયન્ટ માનવામાં આવે છે. પરંતુ ચીનમાં જોવા મળેલા પ્રથમ કોરોના વાયરસનો આ સૌથી અદ્યતન પ્રકાર છે. આ વાયરસના પ્રકારમાં વિશ્વભરમાં કુલ 50 પ્રકારના મ્યુટેશન નોંધાયા છે, જેમાંથી 30 પ્રકારના મ્યુટેશન માત્ર સ્પાઇક પ્રોટીનમાં છે.
5. રસી લીધા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે
આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારના વેરિયન્ટની ઓળખ સામે આવી હતી. આ પછી તે બોત્સ્વાના સહિત આફ્રિકાના અન્ય દેશોમાં ફેલાઈ ગયો છે. ચિંતાની વાત એ છે કે આ સ્થળોએ રસી લીધા પછી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. નવો વેરિયન્ટ મળ્યા પછી, દક્ષિણ આફ્રિકામાં કેસ ચાર ગણા વધી ગયા છે.
6. વિવિધ દેશોએ કડક નિયંત્રણ શરૂ કર્યા
જર્મની, નેધરલેન્ડ, ઇટાલી, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિકે નવા પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકાથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, બ્રિટને દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે અને નામિબિયાથી આવતા પ્રવાસીઓ પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. જ્યારે, ઘણા યુરોપિયન દેશોએ નામીબિયા, ઝિમ્બાબ્વે, બોત્સ્વાના અને ઝામ્બિયાથી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.
7. નવો વેરિયન્ટ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે !
હોંગકોંગમાં નવા પ્રકારનું નિદાન કરાયેલા બે દર્દીઓ દક્ષિણ આફ્રિકાના જુદા જુદા ભાગોમાંથી આવ્યા હતા અને તેઓને કોવિડ-19ની રસી આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેના સેમ્પલમાં વાયરલ લોડ ખૂબ વધારે છે. એપિડેમિયોલોજિસ્ટ ડૉ. એરિક ફીગલ-ડિંગે શુક્રવારે એક ટ્વીટમાં કહ્યું છે કે બંને મુસાફરોના સેમ્પલમાં 18 અને 19ની PCR કાઉન્ટ વેલ્યુ મળી આવી છે, જે ખૂબ વધારે છે, તેમને એવી પણ શંકા છે કે આ નવા પ્રકારના કોરોના વાયરસ હવા દ્વારા ફેલાઈ શકે છે. જો કે, આ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે.
આ પણ વાંચોઃ