સતત બીજા દિવસે દેશમાં નોંધાયા કોરોનાના નવા ત્રણ હજારથી વધુ કેસ, સક્રિય કેસ વધારી રહ્યા છે ચિંતા !
ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3095 કેસ નોંધાયા છે. કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં થોડો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,095 કેસ નોંધાયા છે. જ્યારે, અગાઉ ગઈકાલે એટલે કે ગુરુવારે, કોરોનાના કુલ 3,016 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાના કેસમાં 79નો વધારો થયો છે.
15 હજારથી વધુનો એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે 15 હજારના આંકને વટાવી ગયા છે. હાલમાં દેશમાં કોરોનાના નવા 15208 સક્રિય કેસ છે.
અમદાવાદ-સુરત એરપોર્ટ માટે નવી ગાઈડલાઈન
દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને, ગુજરાતના આરોગ્ય વિભાગે, અમદાવાદ અને સુરત એરપોર્ટને નવી સુચના આપવામાં આવી છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ ઉપર ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર મુસાફરોએ નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.
સીએમ કેજરીવાલે બેઠક બોલાવી હતી
બીજી તરફ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. અગાઉ, સૌરભ ભારદ્વાજે ગુરુવારે આરોગ્ય અધિકારીઓને મળ્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
220.65 કરોડથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું હતું
દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 102.73 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. 95.19 કરોડથી વધુ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય દેશમાં 22.72 કરોડથી વધુ લોકોને ત્રીજો ડોઝ પણ આપવામાં આવ્યા છે.
લાઈફસ્ટાઈલ અને હેલ્થના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
હેલ્થ ન્યૂઝ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…