અમદાવાદ : AMCના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

અમદાવાદ : AMCના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા
AMC (FILE)

અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા એએમસીની તમામ ઓફિસોમાં તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. વેકસીનના બંને ડોઝ લેનાર લોકોને જ ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવે છે.ઓફિસમાં પ્રવેશતી વખતે તમામ લોકોનું ટેમ્પ્રેશર ચેક કરવા તાકીદ કરાઈ છે.

Dipen Padhiyar

| Edited By: Utpal Patel

Jan 21, 2022 | 5:29 PM

ડે. મ્યુનિ.કમિશ્નર, ડે. હેલ્થ ઓફિસર, હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓમાં સંક્રમણ વધ્યું

અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોનાના (Corona) કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરમાં એએમસીના (AMC) અધિકારીઓ અને કર્મચારીઓ (Employee) પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં એએમસીમાં 150 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. વર્ગ 1ના અધિકારીઓથી લઈ વર્ગ 4 સુધીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અધિકારીઓની વાત કરીએ તો BRTS મેનેજર વિશાલ ખનામા કોરોના પોઝિટિવ આવ્યા છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર (Deputy Health Officer)મિલન નાયક અને ચિરાગ શાહ કોરોના સંક્રમણ થયું છે. હેલ્થ અધિકારી (Health Officer)ભાવિન જોશી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લાગધીર દેસાઈ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અધિકારીઓ અને કર્મચારીઓ મળી 150થી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે.

તાજેતરમાં ડે. મ્યુનિ.કમિશ્નર (Deputy Municipal Commissioner)આર્જવ શાહ પણ કોરોનાનો ભોગ બન્યા છે.આર્જવ શાહનો સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવતા તેઓ પણ સંક્રમિત થયા છે. કોરોના સંક્રમણ થતા હાલ તમામ અધિકારીઓ હોમ આઇસોલેટ (Home Isolate)થયા છે.એએમસીના 130થી વધારે કર્મચારીઓ કોરોનાનો ભોગ બન્યા છે.જેમાં એએમસીની વિવિધ ઝોનલ અને સબ ઝોનલ કચેરીઓ તથા સિવિક સેન્ટરો અને વોર્ડ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અધિકારીઓ અને કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધતા એએમસીની તમામ ઓફિસોમાં તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. વેકસીનના બંને ડોઝ લેનાર લોકોને જ ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવે છે.ઓફિસમાં પ્રવેશતી વખતે તમામ લોકોનું ટેમ્પ્રેશર ચેક કરવા તાકીદ કરાઈ છે. સિવિક સેન્ટરો અને વોર્ડ ઓફિસમાં લોકોની ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

અસારવા સિવિલમાં 70 કર્મચારી ઉપર જ્યારે સોલા સિવિલમાં 40 ઉપર કર્મચારી સંક્રમિત થયા છે. જે અસારવા સિવિલમાં 70 માંથી એકને દાખલ કરવામાં આવ્યા. જે 70માં વર્ગ 1 થી વર્ગ 4 ના દર્દીનો સમાવેશ થાય છે. તો 75 થી વધુ સંભવિત કર્મચારીઓ હોમ આઇસોલેટ છે.

આ પણ વાંચો : અમદાવાદ : 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાના 88 દર્દી દાખલ, અસારવા-સોલા સિવિલનાં 115 કર્મચારી કોરોના સંક્રમિત, 6 બાળકો સારવાર હેઠળ

આ પણ વાંચો : જામનગર જીલ્લામાં 80 જેટલા સ્થળોથી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવ લાઈવ નિહાળ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati