Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 11 હજારને પાર, 38ના મૃત્યુ

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 10 હજારથી વધુ આવ્યા છે. આ સાથે જ 7 માર્ચને રવિવારે કોરોનાના નવા કેસો 11 હજારને પાર થયા છે. 

  • Tv9 webdesk42
  • Published On - 21:14 PM, 7 Mar 2021
Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 11 હજારને પાર, 38ના મૃત્યુ

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 10 હજારથી વધુ આવ્યા છે. આ સાથે જ 7 માર્ચને રવિવારે કોરોનાના નવા કેસો 11 હજારને પાર થયા છે.  મહારાષ્ટ્રમાં 7 માર્ચને રવિવારના દિવસે કોરોનાના નવા 11,141 કેસ સામે આવ્યા, જ્યારે આ સમયગાળામાં કોરોનાના કારણે 38 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 22,19,727 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 52,478 થયો છે. મહારાષ્ટ્રમાં  7 માર્ચે કોરોનાના 6,013 દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા, આ સાથે જ રાજ્યમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા 20,68,044 થઈ છે. 

 

 

તે જ સમયે, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 20,68,044 થઈ ગઈ છે. વળી, સક્રિય કેસ વિશે વાત કરતી વખતે આ આંકડો 97,983 પર પહોંચી ગયો છે. એક્ટીવ કેસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટીવ કેસો 97,983 થયા છે, જલ્દી જ એક્ટીવ કેસો 1 લાખને પાર જવાની શક્યતા છે.  મુંબઈમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,360 કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે.

 

આ પણ વાંચો: કિસાન મહાપંચાયતમાં સામેલ થયા પ્રિયંકા ગાંધી, કહ્યું મોદી સરકાર કરી રહી છે ખેડૂતોનું શોષણ