કિસાન મહાપંચાયતમાં સામેલ થયા પ્રિયંકા ગાંધી, કહ્યું મોદી સરકાર કરી રહી છે ખેડૂતોનું શોષણ

કોંગ્રેસ દ્વારા સતત કૃષિ કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે કોંગ્રેસ પણ ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન આપી રહી છે.

કિસાન મહાપંચાયતમાં સામેલ થયા પ્રિયંકા ગાંધી, કહ્યું મોદી સરકાર કરી રહી છે ખેડૂતોનું શોષણ
Priyanka Gandhi
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 07, 2021 | 8:44 PM

કોંગ્રેસ દ્વારા સતત કૃષિ કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે કોંગ્રેસ પણ ખુલ્લેઆમ ખેડૂતોને સમર્થન આપી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને યુપીના પ્રભારી Priyanka Gandhi ઉત્તરપ્રદેશના મેરઠ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોનું શોષણ કરી રહી છે.

Priyanka Gandhiએ કહ્યું કે એમએસપી ખાનગી બજારોમાં ઉપલબ્ધ નહીં થાય, એમએસપી થોડા સમય પછી બંધ થઈ જશે. આ કાયદા તમારા ફાયદા માટે નથી, પરંતુ મોદીના કરોડપતિ મિત્રો માટે બનાવાયા છે. દિલ્હીની સરહદ પર ખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા છે. જો કાયદો ખેડૂતના હિતમાં હોત તો ખેડૂતો રસ્તા પર કેમ બેઠા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેમણે કહ્યું કે શું ખેડૂત એ લાયક પણ નથી જેમને વડાપ્રધાન મોદી મળી શકે. પીએમ મોદી ચીનથી લઈને પાકિસ્તાન સુધી ફરીને આવ્યા છે. અમે બે અને અમારા બે મિત્રો સરકાર ચલાવીએ છીએ. તેમણે ખેડૂતોને કહ્યું કે જે શક્તિ 100 દિવસમાં જોવા મળી છે તે જ શક્તિ જાળવી રાખો. સરકારે સાંભળવું પડશે. એવું વાતાવરણ બનાવો કે સરકાર તમારી વાત સાંભળ્યા વિના આગળ વધી શકશે નહીં.

શેરડીના નાણાંની ચુકવણી બાકી છે

Priyanka Gandhiએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં શેરડીના 10 હજાર કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. પીએમ મોદીએ 16 હજાર કરોડ રૂપિયામાં બે વિમાન ખરીદ્યા છે. સંસદના બ્યુટિફિકેશન માટે 20 હજાર કરોડનો ખર્ચ કર્યો. પરંતુ બાકી નાણાં ચૂકવવાને બદલે વિમાન ખરીદ્યા. તમારા વીમાના કરોડો રૂપિયા કરોડપતિ લોકોના ખિસ્સામાં ગયા છે. તેમણે કહ્યું કે 215 ખેડૂતો શહીદ થયા છે. સંસદમાં રાહુલ ગાંધીએ શહીદ થયેલા ખેડૂતો માટે મૌન રાખવા જણાવ્યું હતું. કોઈ સરકારના કોઈ સાંસદ ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવા ઉભા થયા નથી.

પીએમ મોદીએ તમારી મજાક ઉડાવી છે. ખેડૂત વિરોધી શબ્દો કહ્યા છે. તે આંદોલનજીવીને પરોપજીવી હોવાનું કહે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારા માટે આ મતની રાજનીતિ નથી. અમે તમારા ઋણી છું. તમે અન્નદાતા છો. તમારી લડાઈ અમારી લડાઈ છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી હું તમારા માટે લડતા રહીશું. પછી ભલે તે 100 અઠવાડિયા હોય કે 100 મહિના. જ્યાં સુધી સરકાર કાળા કાયદાને રદ કરશે નહીં, ત્યા સુધી સંઘર્ષ ચાલુ રહેશે.

આ પણ વાંચો: Gujarat Corona Update: સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસ, 1નું મૃત્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">