Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા

દિલ્હીના (Delhi) એક સંક્રમિતમાં ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ (Omicron Variant) મળી આવ્યો છે. હવે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઈન્સાકોગના વૈજ્ઞાનિકોએ તેની તપાસ શરૂ કરી છે.

Delhi : ઓમિક્રોનના 8 નવા વેરિઅન્ટ સામે આવ્યા,એક સંક્રમિત વ્યક્તિમાં નવુ સ્વરૂપ જોવા મળતા આરોગ્ય વિભાગની વધી ચિંતા
Corona Omicron Variant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:44 AM

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના(Corona Virus)  કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ઓમિક્રોનના એક-બે નહીં પરંતુ 8 નવા વેરિયન્ટ્સ (Corona Variant) મળી આવ્યા છે. આનો એક વેરિઅન્ટ રાજધાની દિલ્હીમાં પણ જોવા મળ્યો છે. તેની તપાસ INSACOG અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના વૈજ્ઞાનિકો દ્વારા શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ વેરિઅન્ટ તાજેતરમાં એક કોરોના સંક્રમિત દર્દીમાં જોવા મળ્યો છે જે વિદેશ પ્રવાસથી દિલ્હી પરત ફર્યો હતો. જો કે, તેનું આનુવંશિક માળખું હાલના વેરિઅન્ટ કરતાં સંપૂર્ણપણે અલગ છે. તેથી આ નવા વેરિઅન્ટની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમે તેને INSACOG માં મોકલ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Insaccoના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે જ્યારે કોરોના વાયરસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અને તેમના આનુવંશિક બંધારણ સાથે મેળ ખાય છે, ઉપરાંત તે BA.2.12.1 મ્યુટેશન જેવું જ છે. જો કે, જાહેર આરોગ્ય પર તેની અસરો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

કોરોનાનો આંકડો ફરી વધી રહ્યો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા એક દિવસમાં કોરોનાના (Corona Case) 2380 નવા કેસ નોંધાયા છે અને 56 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. તેમાંથી કેરળમાંથી 53 વૃદ્ધોના મોત નોંધાયા છે. દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4,30,49,974 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 5,22,062 લોકોના મોત થયા છે. જ્યારે 1231 દર્દીઓના સાજા થતા કુલ આંકડો 4,25,14,479 પર પહોંચ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

1.29 લાખથી વધુ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ

રાજ્યોમાં કોરોનાના 20.16 કરોડ ડોઝ છે. તેમાં ભારત સરકાર (Indian Government) દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા ડોઝ અને રાજ્યો દ્વારા સીધા ખરીદવામાં આવતા ડોઝનો સમાવેશ થાય છે. જાણકારી અનુસાર દેશમાં નવેમ્બર 2020થી કોરોના દર્દીઓના સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1.29 લાખથી વધુ નમૂનાઓ ક્રમબદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં, કોરોના વાયરસના 21 પ્રકારના મ્યુટેશનની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના બે મ્યુટેશન, ba.1 અને ba.2 ઓળખવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચોઃ

CBIએ ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, જાણો શું છે NSE SCAM

આ પણ વાંચોઃ

રશિયાનો મોટો નિર્ણય, કમલા હેરિસ અને માર્ક ઝુકરબર્ગ સહિત અનેક અમેરિકન-કેનેડિયનના પ્રવેશ પર પ્રતિબંધ

g clip-path="url(#clip0_868_265)">