ચીનમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ચિંતાનો માહોલ, કરોડોની સંખ્યામાં વેન્ટિલેટર-ઓક્સિજન મશીનની જરૂરિયાત ઉભી થઇ

ચીનમાં (corona)કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ત્યારે ફરી કોરોનાને લઇને ચીનમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. સરકારે ચીનના ઘણા મોટા શહેરોમાં લોકડાઉન લાગું કર્યું છે. અને, ફરી શહેરીજનો ઘરમાં પુરાઇ રહેવા મજબુર બન્યા છે.

ચીનમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ચિંતાનો માહોલ, કરોડોની સંખ્યામાં વેન્ટિલેટર-ઓક્સિજન મશીનની જરૂરિયાત ઉભી થઇ
ચીનમાં કોરોનાનો કહેર Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 9:42 AM

ચીનમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. દેશમાં ફરી કોરોનાના કેસોનો આંકડો 40 હજારને વટાવી ગયો છે. ત્યારે, એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં લોકડાઉનને લઇને લોકોમાં નિરાશા વ્યાપી છે. અને લોકોને વેન્ટિલેટર લેવાની ફરજ પડી છે. અને,વેન્ટીલેટરની ખરીદી અને ઓક્સિજન મશીન ખરીદવાને લઇને લોકોમાં ચિંતાનો માહોલ છે. આ સાથે વહીવટીતંત્ર પણ કોવિડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ચીનમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ત્યારે ફરી કોરોનાને લઇને ચીનમાં અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. સરકારે ચીનના ઘણા મોટા શહેરોમાં લોકડાઉન લાગું કર્યું છે. અને, ફરી શહેરીજનો ઘરમાં પુરાઇ રહેવા મજબુર બન્યા છે. આ સાથે શહેરના અનેક જાહેર સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને લોકોએ સરકાર સામે અવાજ પણ ઉઠાવ્યો છે. આ સાથે કોરોનાથી બચવા લોકો પોતાની રીતે જ વેન્ટીલેટર અને ઓક્સિજન મશીન ખરીદવા તરફ વળી રહ્યા છે. જેને લઇને લોકો ઘરમાં જ કોવિડની સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે. એવું મનાઇ રહ્યું છેકે લોકોને હવે વહીવટી તંત્ર પર વિશ્વાસ રહ્યો નથી. અને, કોરોનાને નાથવામાં સરકાર અને વહીવટી તંત્ર નિષ્ફળ હોય તેવું લોકોને લાગી રહ્યું છે.

દરમિયાન, મીડિયા અહેવાલોએ ચીનની એક નાણાકીય પેઢીને ટાંકીને દાવો કર્યો છે કે જો ચીનની સરકાર તેની શૂન્ય-કોવિડ નીતિ હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવે છે, તો ચીનમાં 12 મિલિયન ઘરોમાં લોકોને વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જરૂર પડશે. આવી પરિસ્થિતિઓ ત્યાં પહેલેથી જ દેખાઈ રહી છે. લોકો ત્યાં વેન્ટિલેટર અને ઓક્સિજન મશીન ખરીદવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ચીનમાં વેન્ટિલેટરના ભાવ 500 ડોલર આસપાસ

આ મામલે ચીનના અનેક લોકોએ કહ્યું છે. તેઓએ વેન્ટિલેટર ખરીવા માટે 500 અમેરિકન ડોલર સુધીનો ખર્યો કર્યો છે. આ સાથે તેઓએ ઓક્સિજન મશીન ખરીદવા માટે 100 અમેરિકન ડોલરનો ખર્ચ કર્યો છે. લોકોનું માનવું છેકે ફરી ચીનમાં કોરોનાને લઇને ગભરાહટનો માહોલ ફેલાયો છે. અને, ફરી દેશમાં હોસ્પિટલ્સ અને દવાખાનાઓમાં દર્દીઓની ભીડ વધી રહી છે.

રિપોર્ટ અનુસાર, ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ WeChat અને ઈન્ટરનેટના રિપોર્ટ અનુસાર, ચીનના લોકો હાલમાં વેન્ટિલેટર, ઓક્સિજન મશીન અને ઓક્સિમીટર વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. આ શોધોમાં 90 ગણો વધારો થયો છે.

(સૌજન્ય :ઇનપુટ એજન્સી- ભાષાંતર)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">