ગુજરાતમાં આજે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, 01નું મોત
આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.
ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોનાના (Corona) કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, આજે રાજયમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના મૃત્યુઆંકમાં (Death) પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે માત્ર એક જ દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે.
આજે રાજયભરમાં કોરોનાના 63 દર્દીઓ સાજા થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ સાથે રાજયમાં કોરોનાનો રીકવરી રેટ 99.06 ટકા જેટલો છે.
જિલ્લાવાર કોરોનાનાં કેસોની સંખ્યા પર નજર કરીએ તો અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ 19 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં 02 કેસ, રાજકોટમાં 02 કેસ, ગાંધીનગરમાં 02 કેસ નોંધાયા છે, આ સાથે દાહોદમાં 01, મોરબીમાં 01, પાટણમાં 01, સુરતમાં 01, તાપીમાં 01 કેસ નોંધાયો છે. આમ, આજે ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ નોંધાયા છે.
ડિસ્ચાર્જ દર્દીઓની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે, વડોદરા કોર્પોરેશનમાં 15 દર્દી, બનાસકાંઠામાં 01, ગાંધીનગર જિલ્લામાં 04, સુરત કોર્પોરેશનમાં 01, અમદાવાદમાં 02, આણંદમાં 02, અરવલ્લીમાં 01, ભરૂચમાં 02 અને ડાંગમાં 03-વડોદરામાં 03 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર- મહીસાગર-નવસારી-સુરતમાં 01-01 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ રાજયમાં આજે કુલ 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
આ પણ વાંચો : ખેડૂતો 11 થી 17 એપ્રિલ સુધી MSP ગેરંટી સપ્તાહનું પાલન કરશે, 21 માર્ચે સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે