GUJARAT : સાબરકાંઠા અને પોરબંદરમાં ઑમિક્રૉનના પ્રથમ કેસ નોંધાયા

|

Dec 28, 2021 | 3:55 PM

દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ વધી રહ્યા છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. Omicron વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે.

GUJARAT : સાબરકાંઠા અને પોરબંદરમાં ઑમિક્રૉનના પ્રથમ કેસ નોંધાયા
ઑમિક્રૉન કેસોમાં વધારો

Follow us on

દેશ સહિત ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓમિક્રોન ફેલાયો છે. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લામાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે.ઇડરના ભદ્રેસરની મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાએ ફાઇઝર વેક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. હાલ મહિલાને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. મહત્વનું છે કે કેનેડાથી પરત આવ્યાં બાદ મહિલાના પતિને કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ઓમિક્રોનનો પગપેસરો રાજ્યમાં વધી રહ્યો છે. હવે સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટ બાદ હવે પોરબંદરમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. નૈરોબીથી આવેલા 65 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદેશથી આવેલા વૃદ્ધનો પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેમને હોમ આઈસોલેટ કરાયા હતા. જેના 10 દિવસ બાદ ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. શહેર-જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

દેશ અને રાજયમાં ઑમિક્રૉનના કેસો વધ્યા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ વધી રહ્યા છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. Omicron વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 167 કેસ છે, જ્યારે દિલ્હીમાં 165, કેરળમાં 57, તેલંગાણામાં 55 અને ગુજરાતમાં 49 કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ડિસ્ચાર્જ/સ્થળાંતર/સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 61, દિલ્હીમાં 23, કેરળમાં 1, તેલંગાણામાં 10 અને ગુજરાતમાં 10 છે.

આ પાંચ રાજ્યો બાદ અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી તેના ગંભીર લક્ષણો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : Maharashtra: શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિની શાળામાં કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવે શિક્ષકો કલાર્કની ભૂમિકા ભજવવા માટે મજબુર

Next Article