Surat : શિક્ષણ સમિતિની શાળામાં કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવે શિક્ષકો કલાર્કની ભૂમિકા ભજવવા માટે મજબુર

નગર પ્રાથમિક શિક્ષણ સિમિતના પૂર્વ સભ્યએ આ સમસ્યા અંગે જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવે શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય ખોરંભે મુકીને ક્લાર્કની ભૂમિકા નિભાવવી પડી રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

Surat : શિક્ષણ સમિતિની શાળામાં કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવે શિક્ષકો કલાર્કની ભૂમિકા ભજવવા માટે મજબુર
Surat: Teachers are acting as clerks in government schools
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 3:31 PM

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અણધડ વહીવટને કારણે હવે શિક્ષકો (Teachers) ક્લાર્કની ભૂમિકા ભજવવા માટે મજબુર બની રહ્યા છે. છેલ્લા દોઢ – બે મહિનાથી સમિતિની શાળાઓમાં ફરજ બજાવતાં કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની ગેરહાજરીને પગલે શિક્ષકોએ શાળામાં શૈક્ષણિક કાર્યના ભોગે ઓનલાઈન હાજરી ભરવાથી માંડીને અલગ-અલગ પરિપત્રોના જવાબ સહિતની કામગીરી કરવી પડી રહી છે. આમ, ઓપરેટરના અભાવે નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની 300થી વધુ શાળામાં અભ્યાસ કરતાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણને ગંભીર અસર પહોંચી રહી છે.

વર્ષે દહાડે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 300થી વધુ શાળાઓમાં ઓનલાઈન હાજરી, ઓનલાઈન માસિક પત્રક ભરવા સહિત સિમિત, સરકાર અને ડીઈઓ કચેરીના પરિપત્રો ડાઉનલોડ કરવા જવાબો આપવા માટે કોન્ટ્રાક્ટ બેઈઝ પર કોમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂંક કરવામાં આવે છે. આ ઓપરેટરો કમ ક્લાર્ક દ્વારા શિષ્યવૃત્તિ સહિત રોજેરોજ ડાયસ અપડેટ અને અપલોડ કરવા અને કચેરી કામોને લગતી ટપાલોની કામગીરી પણ કરવામાં આવતી હોય છે.

જો કે, ખાટલે મોટી ખોડ સમાન છેલ્લા દોઢેક મહિનાથી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટરોની ગેરહાજરીને પગલે શિક્ષકો અને પ્રિન્સીપલને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષકોની ઘટ વચ્ચે બે-ત્રણ વર્ગોનું સંચાલન કરતાં શિક્ષકોએ ન છૂટકે વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કોમ્પ્યુટરને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં શિક્ષકોમાં પણ સમિતિના કારભાર સામે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વર્ક ઓડર આપવાનો બાકી છેઃ શાસનાધિકારી સમિતિની શાળાઓમાં કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવ મુદ્દે શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, હાલ કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો છે અને નવો વર્ક ઓર્ડર આપવાનો બાકી છે. જેને પગલે આ સમસ્યા ઉદ્ભવી છે. આગામી સમયમાં આ સમસ્યા દુર થઈ જશે અને તમામ શાળાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્કની નિમણૂંક કરવામાં આવશે.

ડિજીટલ ઈન્ડિયાની વાતોનું સુરસુરિયુંઃ વિપક્ષી સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સિમિતના પૂર્વ સભ્યએ આ સમસ્યા અંગે જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવે શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય ખોરંભે મુકીને ક્લાર્કની ભૂમિકા નિભાવવી પડી રહી છે જે ખરેખર ચિંતાનો વિષય છે. સરકારના ડિજીટલ ઈન્ડિયાની પોકળ વાતો વચ્ચે સમિતિની શાળાઓમાં આ સ્થિતિ માટે શાસકો જ જવાબદાર છે.

કોન્ટ્રાક્ટરનું લાખ્ખોનું પેમેન્ટ અટવાયું હોવાની ચર્ચા 300થી વધુ શાળાઓમાં કોમ્પ્યુટર ઓપરેટરના અભાવ વચ્ચે કોન્ટ્રાક્ટરને છેલ્લા ઘણા સમયથી પેમેન્ટ ન ચુકવાયું હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે. કોન્ટ્રાકટના કર્મચારીઓને નિયમિત પગાર ચુકવવામાં અસક્ષમ હોવાને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા પણ આ સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ સમિતિમાં નવી બોડીની રચના અને વહીવટની મંથરગતિની કામગીરીને પગલે કોન્ટ્રાક્ટરને પેમેન્ટનું ચુકવણું કરવામાં ન આવ્યું હોવાને કારણે આ સમસ્યા ઉદ્ભવી હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે.

આ પણ વાંચો : SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો : SURAT : અનલોક ફોરવ્હીલમાંથી કિંમતી સામાનોની ચોરી કરતો એક આરોપી ઝડપાયો, કુલ 10 ગુનાનો ઉકેલાયો ભેદ

g clip-path="url(#clip0_868_265)">