ELECTIONS IN CORONA : ચૂંટણીવાળા રાજ્યોમાં 6 ગણા સુધી વધ્યા કોરોનાના કેસ, મૃત્યુમાં પણ 45 ટકાનો વધારો

ELECTIONS IN CORONA : દેશમાં કોરના વચ્ચે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં બંગાળ સિવાય ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે.

ELECTIONS IN CORONA : ચૂંટણીવાળા રાજ્યોમાં 6 ગણા સુધી વધ્યા કોરોનાના કેસ, મૃત્યુમાં પણ 45 ટકાનો વધારો
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 6:38 PM

ELECTIONS IN CORONA : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલુ છે અને સાથે સાથે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ ચાલુ છે. આ પાંચ રાજ્યોમાંથી આસામ, પોંડીચેરી, કેરલ અને તમિલનાડુની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, જયારે પશ્ચિમ બંગાળમાં હજી પણ ચાર તબક્કાનું મતદાન થવાનું બાકી છે. કોરોનાની આ બીજી લહેરમાં ચૂંટણી કેટલી ઘાતક બની છે એ આ ચૂંટણીવાળા રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા બતાવે છે. ચૂંટણીવાળા રાજ્યોમાં 6 ગણા સુધી કોરોનાના કેસો વધ્યા છે તો સાથે કોરોનાથી થતા મૃત્યુમાં પણ 45 ટકા સુધીનો વધારો થયો છે. આવો જોઈએ કોરોનામાં યોજાયેલી ચૂંટણીવાળા (ELECTIONS IN CORONA ) પાંચ રાજ્યના કોરોનાના આંકડાઓનું વિશ્લેષણ.

1) આસામ : 14 દિવસમાં 6 ગણા વધ્યા કેસો આસામમાં 16 થી 31 માર્ચની વચ્ચે 537 લોકોને કોરોના સંક્રમણ થયું. તે સમય દરમિયાન પરિસ્થિતિ વધુ સારી હતી. 1 થી 14 એપ્રિલ આ 14 દિવસ દરમિયાન આસામમાં રેકોર્ડબ્રેક 3398 લોકો કોરોના સંક્રમિત થયા. એટલે કે લગભગ 6 ગણા કેસો વધ્યા છે. 16 થી 31 માર્ચ સુધી કોરોનાને કારણે ફક્ત 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો,જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસની અંદર અત્યાર સુધીમાં 15 લોકોના મોત નોંધાયા છે.

2)પશ્ચિમ બંગાળ : 14 દિવસમાં 5 ગણા કેસો વધ્યા પશ્ચિમ બંગાળમાં 16 થી 31 માર્ચ સુધીમાં ફક્ત 8,062 લોકોને કરોનાનું સંક્રમણ થયું હતું. પશ્ચિમ બંગાળમાં 1 થી 14 એપ્રિલ વચ્ચે કરોનાના કેસો વધીને 41,927 થઈ ગયા છે. એટલે કે લગભગ 5 ગણા જેટલા કેસો વધ્યા.માર્ચમાં કોરોનાને કારણે ફક્ત 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં અત્યાર સુધીમાં 127 લોકોનાં કોરોનાથી કરૂણ મૃત્યુ થયા છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

3) પોંડીચેરી : 14 દિવસમાં 2.5 ગણા કેસો વધ્યા પોંડીચેરીમાં 16 થી 31 માર્ચની વચ્ચે 1400 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં પ્રદેશમાં 3,721 લોકો કોરોના સંક્રમિત થયા, એટલે કે આ 14 દિવસમાં 2.5 ગણા કેસો વધ્યા છે. એ જ રીતે મૃત્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. માર્ચમાં કોરોનાને કારણે 9 મૃત્યુ થયા હતા, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં વધીને 15 થઈ ગયા છે.

4) તમિલનાડુ : 14 દિવસમાં 2.5 ગણા કેસો વધ્યા તમિલનાડુમાં 16 થી 31 માર્ચદરમિયાન કુલ 25, 244 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં તમિલનાડુમાં 65,458 લોકો કોરોના સંક્રમિત થયા, એટલે કે આ 14 દિવસમાં 2.5 ગણા કેસો વધ્યા છે.તમિલનાડુમાં માર્ચમાં 163 લોકોનાં મોત થયાં હતાં, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં વધીને 232 થઈ ગયા છે.

5) કેરળ : 14 દિવસમાં 2 ગણા કેસો વધ્યા કેરળમાં એપ્રિલના 14 દિવસમાં માર્ચ કરતા 2 ગણા કેસો વધ્યા છે. 16 થી 31 માર્ચ દરમિયાન અહીં કુલ 30,390 લોકો કોરોના સંક્રમિત થયા હતા, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં કોરોનાના કુલ 61,793 નવા કેસો નોંધાયા છે. એટલે કે માર્ચ કરતા 2 ગણા કેસો વધ્ય છે. કેરળમાં 16 થી 31 માર્ચ દરમિયાન કોરોનાથી 199 લોકોના મૃત્યુ થયા, જયારે 1 થી 14 એપ્રિલ આ 14 દિવસમાં વધીને 204 મૃત્યુ નોંધાયા છે. (ELECTIONS IN CORONA )

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">