60 વર્ષથી ઓછી ઉંમર હોવા છતા કેજરીવાલે લીધી વેક્સિન, જાણો કઈ બિમારીથી છે પીડિત

1 માર્ચથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. જેમાં ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રસી મુકાવી હતી. તેમની ઉંમર 60થી ઓછી હોવા છતાં તેમને રસી આપવામાં આવી હતી.

  • tv9 webdesk37
  • Published On - 18:16 PM, 4 Mar 2021
60 વર્ષથી ઓછી ઉંમર હોવા છતા કેજરીવાલે લીધી વેક્સિન, જાણો કઈ બિમારીથી છે પીડિત
અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના માતાપિતા સાથે મળીને જઈને ગુરુવારે સવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અરવિંદ કેજરીવાલનાં માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ છે. આવી સ્થિતિમાં તેઓ બીજા તબક્કાના કોરોના રસીકરણ હેઠળ આવે છે, પરંતુ અરવિંદ કેજરીવાલની ઉંમર 60 વર્ષથી ઓછી છે. આવી સ્થિતિમાં એ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવે છે. જે ગંભીર બીમારીથી પીડિત હોય. હકીકતમાં અરવિંદ કેજરીવાલ ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસને તે ગંભીર બિમારીઓમાં શામેલ કરવામાં આવે છે, જેના કારણે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ કોરોના વેક્સિન લઇ શકે છે. આને કારણે કેજરીવાલ ગુરુવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં ગયા અને વેક્સિન લીધી.

કોરોના રસી લીધા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘મેં કોવિડ -19 રસીનો પ્રથમ ડોઝ મારા માતાપિતા સાથે લીધો. અમને આ દવાથી કોઈ મુશ્કેલી કે અસ્વસ્થતા નથી થઇ. હું તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે જલ્દી જ તેઓ પોતાની વેક્સિન લે. આમાં અચકાવવા જેવી કોઈ બાબત નથી. રસીકરણ કેન્દ્રોમાં એક ઉચ્ચ કુશળ કર્મચારીઓ છે અને તમારે અહીં વેક્સિન લેવી જોઈએ.’

 

 

કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી દેશભરમાં શરૂ થયો છે. આ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંભીર રોગોથી પીડિત 45 વર્ષથી ઉપરના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે.