AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus Third Wave : બે વર્ષનાં બાળકોને વેક્સિન આપનાર ક્યુબા પ્રથમ દેશ બન્યો, જાણો ભારતમાં શું છે સ્થિતિ

બે વર્ષના બાળકોને વેક્સિન (Vaccine)આપનાર ક્યુબા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, ત્યારે પ્રશ્ન થાય કે શું ભારત કે અન્ય દેશ ક્યુબાની વેક્સિન લેવાનું પસંદ કરશે ? જો કે એક મહત્વનો મુદ્દો એ પણ છે કે ક્યુબાની વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) દ્વારા માન્યતા આપવામાં આવી નથી.

Coronavirus Third Wave : બે વર્ષનાં બાળકોને વેક્સિન આપનાર ક્યુબા પ્રથમ દેશ બન્યો, જાણો ભારતમાં શું છે સ્થિતિ
Cuba started vaccination for kids
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 9:07 AM
Share

Coronavirus Third Wave :  કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વિશ્વભરના દેશોમાં વિનાશ વેર્યો છે,ત્યારે હાલ કોરોનાની ત્રીજા લહેરની (Coronavirus Third Wave) પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. અહેવાલોનું માનીએ તો, ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની સંભાવના છે. દેશમાં રસીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, પરંતુ બાળકો હજુ પણ રસીકરણથી દૂર છે.

બે વર્ષના બાળકોને વેક્સિન આપનાર ક્યુબા વિશ્વનો પ્રથમ દેશ બન્યો

ઉલ્લેખનીય છે કે બાળકો માટે હજુ દેશમાં ઉપલબ્ધ નથી. જોકે, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં બાળકોની વેક્સિન (Children vaccine) પર સંશોધન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે ક્યુબામાં બે વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. ક્યુબા વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે જ્યાં નાના બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હોય. તમને જણાવી દઈએ કે, ચીન, યુએઈ અને વેનેઝુએલા જેવા દેશોએ પણ નાના બાળકોને કોરોનાની વેક્સિન (Vaccine) આપવાની જાહેરાત કરી છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.

આ વેક્સિન ક્યુબામાં જ તૈયાર કરવામાં આવી છે

ક્યુબા દેશમાં બે વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી છે, ત્યારે આપને જણાવવું રહ્યુ કે, આ વેક્સિન ક્યુબામાં જ તૈયાર કરવામાં આવી છે. અબ્દલા અને સોબરાના નામની કોરોના રસીઓ ક્યુબામાં જ બનાવવામાં આવી રહી છે. બાળકો પર તેમનું ક્લિનિકલ ટ્રાયલ(Vaccine Trial)  પૂર્ણ થયુ છે.ત્યારે ટ્રાયલ પૂર્ણ થતાં જ બાળકોને કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે

ક્યુબાના રેગ્યુલેટરી ઓથોરિટીના ડિરેક્ટર (Cuba Regulatory Authority) ઓલ્ગા લિડિયા જેકોબોના જણાવ્યા અનુસાર, બાળકો પર ક્લિનિકલ ટ્રાયલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ વય જૂથના બાળકોને ક્યુબાના સિએનફ્યુગોસ શહેરમાં વેક્સિન આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ક્યુબામાં 3 સપ્ટેમ્બરના રોજ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી, અને પછી 6 સપ્ટેમ્બરના રોજ 2 થી 11 વર્ષના બાળકોને પણ વેક્સિન આપવામાં આવી હતી.

શું અન્ય દેશોને ક્યુબાની વેક્સિન મળશે?

ભારત કે અન્ય દેશો ક્યુબાની વેક્સિન લેવાનું પસંદ કરશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે ! ઉપરાંત એક મહત્વનો મુદ્દો એ પણ છે કે ક્યુબાની રસીને વિશ્વ આરોગ્ય સંસ્થા (World health organization) દ્વારા માન્યતા આપવામાં આવી નથી. કોઈપણ વેક્સિનને પરીક્ષણ કર્યા બાદ જ માન્યતા આપવામાં આવતી હોય છે, જો કે ભારત સહિત ઘણા દેશોએ પરિસ્થિતિની ગંભીરતાને જોતા વેક્સિનની નીતિમાં છૂટછાટ આપી છે, પરંતુ ક્યુબાની કોરોના વેક્સિનને WHO દ્વારા માન્યતા આપવામાં આવી નથી.

ભારતમાં બાળકોની વેક્સિની સ્થિતિ

ભારતમાં પણ 12 વર્ષથી ઉપરના બાળકોને કોરોનાની વેક્સિન આપવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં, ઝાયડસ કેડિલાની (Zydus Cadilla) વેક્સિનને  દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે એવી અપેક્ષા છે કે આ મહિનાના અંત સુધીમાં ભારતમાં પણ બાળકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના માટે ત્રણ થી ચાર રસીઓને મંજૂરી મળી શકે છે.ઉપરાંત, ભારત બાયોટેકની (Bharat biotech) કોવેક્સિનનું પણ 2 વર્ષથી 18 વર્ષ સુધીની વય જૂથ માટે ટ્રાયલ ચાલી રહ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસી આ મહિનાના અંત સુધીમાં આવી શકે છે.

આ પણ વાંચો: Nasal Corona Vaccine: AIIMSમાં જલ્દી શરૂ થશે નેઝલ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ, એથિક્સ કમિટીની મંજૂરીની રાહ

આ પણ વાંચો:  Gujarat : 24 કલાકમાં રાજ્યમાં નવા 18 કેસ નોંધાયા, મૃત્યુઆંક શુન્ય નોંધાયો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">