Nasal Corona Vaccine: AIIMSમાં જલ્દી શરૂ થશે નેઝલ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ, એથિક્સ કમિટીની મંજૂરીની રાહ
આગામી કેટલાક મહિનાઓ દરમિયાન 216 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ કરાશે અને ડિસેમ્બર સુધીમાં ભારત બાયોટેક તેની નાક દ્વારા અપાતી રસીના 100 મિલિયન ડોઝ બનાવી શકે છે
Nasal Corona Vaccine: ભારત બાયોટેકની નેઝલ કોરોના રસીનું 2/3 તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે યોજાશે. એક ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે નેઝલ વેક્સિનનું ટ્રાયલ થોડા અઠવાડિયામાં શરૂ થશે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ટ્રાયલ પણ એમ્સમાં જ કરવામાં આવ્યું હતું.
ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ વેક્સીનને બીજા તબક્કાના ટ્રાયલ માટે નિયમનકારી મંજૂરી મળી છે. આ સાથે, આ ક્લિનિકલ ટ્રાયલ મંજૂરી માટે એઈમ્સ એથિક્સ કમિટીને મોકલવામાં આવી છે. ડોક્ટર સંજય રાય, નાકમાં આપવામાં આવેલી આ રસીના ટ્રાયલના મુખ્ય તપાસકર્તા હશે. ક્લિનિકલ ટ્રાયલ માટે, AIIMS હોસ્પિટલની એથિક્સ કમિટી પાસેથી મંજૂરી લેવી પડશે, જેના માટે ભારત બાયોટેકે અરજી કરી છે.
નેઝલ સ્પ્રે રસીના ફાયદા ઘણા વિશ્વભરની કંપનીઓ નાક દ્વારા આપવામાં આવનાર નેઝલ સ્પ્રે કોવિડ રસી પર કામ કરી રહી છે. અનુનાસિક રસી વધુ અસરકારક હોવાનું માનવામાં આવે છે અને તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
નાક દ્વારા રસી આપવાના ઘણા ફાયદા છે, પ્રથમ તે છે કે તે સોય એટલે કે સિરીંજની જરૂરિયાતને દૂર કરશે, જેના કારણે ઈજા અને ચેપ જેવા કોઈ જોખમો રહેશે નહીં. આ ઉપરાંત, આ રસીઓનું સંચાલન કરવું પણ સરળ છે. આ નાકની ઘણી રસીઓ બાળકો માટે પણ અજમાવવામાં આવી રહી છે. જો તે સફળ થશે તો મોટી રાહત થશે.
ભારત બાયોટેકની BBV154 અનુનાસિક રસી (નેઝલ વેક્સિન) નીતિ આયોગના સભ્ય વી કે પોલે તાજેતરમાં જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનાઓ દરમિયાન 216 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ કરાશે અને ડિસેમ્બર સુધીમાં ભારત બાયોટેક તેની અનુનાસિક રસીના 100 મિલિયન ડોઝ બનાવી શકે છે. રસીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
Covaxin બનાવતી સ્વદેશી રસી કંપની ભારત બાયોટેક કહે છે કે BBV154 વાયરસના પ્રવેશ પર તેમની નેઝલ વેક્સિન આપણી રોગપ્રતિકારક શક્તિ દ્વારા પ્રતિભાવ મેળવી શકશે. આ ચેપનું જોખમ ઘટાડશે. ઉપરાંત, કંપનીએ કહ્યું છે કે આ રસી બાળકો અને વયસ્કો બંને માટે અસરકારક સાબિત થઈ શકે છે. ભારત બાયોટેક કહે છે કે આ અનુનાસિક રસીનું ઉત્પાદન પણ ઝડપથી વધારી શકાય છે.
આ પણ વાંચો: Gujarat : આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ કયાં પડયો ભારે વરસાદ ?
આ પણ વાંચો: Rahul Gandhiની એક જ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં બીજી મુલાકાત, પ્રથમ કરશે માં વૈષ્ણોદેવીના દર્શન