Coronavirus in India: ભારતમાં કોરોનાના એક લાખથી ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં 83,876 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસનો કહેર હવે ઓછો થતો જણાય છે. સોમવારે જાહેર કરાયેલા તાજેતરના ડેટામાં જાણવા મળ્યું છે કે દૈનિક કેસ હવે એક લાખથી ઓછા થઈ ગયા છે.

Coronavirus in India: ભારતમાં કોરોનાના એક લાખથી ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં 83,876 નવા કેસ નોંધાયા
new Covid cases 895 deaths in last 24 hours (Photo: PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 10:27 AM

Coronavirus in India: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19 (Covid-19)ના 83,876 નવા કેસ નોંધાયા છે અને તેની સાથે દૈનિક કેસ (India New Covid Cases) ઘટીને એક લાખથી પણ ઓછા થઈ ગયા છે. આ દરમિયાન 1,99,054 લોકોને રજા આપવામાં આવી હતી. જ્યારે 895 મૃત્યુ નોંધાયા છે. સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Health Ministry) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશમાં કુલ સક્રિય કેસ હવે 11,08,938 છે, જે મૃતકોની કુલ સંખ્યા 5,02,874 પર પહોંચી ગયા છે.

કુલ પોઝીટિવિટી દર 7.25 ટકા નોંધવામાં આવ્યો છે. કોરોના વાયરસ રસીકરણની વાત કરીએ તો તેનો આંકડો 1,69,63,80,755 પર પહોંચી ગયો છે.કોરોના વાયરસની ઝડપ ઘટાડવા માટે દેશભરમાં ઈન્ડિયા વેક્સિનેશન ડ્રાઈવ(India Vaccination Drive) ચલાવવામાં આવી રહી છે. ડેટા દર્શાવે છે કે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 169.63 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં 11,08,938 સક્રિય કેસ છે.

મૃત્યુઆંક આટલો કેમ વધારે છે

(Backlog Death Number)ને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 517 દર્દીઓના મોત થયા છે. પરંતુ કેરળે બેકલોગ મૃત્યુનો નવો આંકડો આપ્યો છે, જે 374 છે. જેના કારણે એક દિવસ માટે મૃતકોની સંખ્યા 895 જણાવવામાં આવી છે. કેરળએ કેન્દ્ર સરકારને કુલ મૃત્યુઆંક 515 આપ્યો છે. તેમાંથી 137 દર્દીઓ એવા છે કે જેમણે એક દિવસમાં જીવ ગુમાવ્યો હતો, જ્યારે 374 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા, પરંતુ ગઈકાલે તેમના આંકડા સરકારને આપવામાં આવ્યા છે. આ જ કારણ છે કે મૃત્યુઆંક આટલો વધી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેકલોગ મૃત્યુ શું છે

બેકલોગ ડેથ એ મૃત્યુ પામેલા લોકોનો આંકડો કહેવાય છે, જે પાછળથી સરકારને આપવામાં આવે છે. કેટલીકવાર હોસ્પિટલો મૃત્યુઆંક છુપાવે છે, તો ક્યારેક તેઓ વિલંબથી સરકારને આપે છે. કેરળમાં આવું સતત થઈ રહ્યું છે. ઉદાહરણ ધારો કે 29 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં 15 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા (India Covid-19 Death Toll). પરંતુ તેમણે આ આંકડો 3 ફેબ્રુઆરીએ સરકારને આપ્યો હતો. આ 3 ફેબ્રુઆરીએ એટલે કે એક જ દિવસમાં રાજ્યભરમાંથી મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો. તેથી હવે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને આંકડા મોકલશે અને મૃત્યુઆંક 31 થશે. તેમાંથી 16 મૃત્યુ એક દિવસમાં થશે અને બાકીના 15 બેકલોગ મૃત્યુ તરીકે ગણવામાં આવશે.

આ પણ વાંચો : Lata Mangeshkar Interview: લતા મંગેશકર ઈચ્છતી હતી કે લોકો તેમને આ રીતે યાદ કરે, એમ એક ઈન્ટરવ્યુમાં તેમના દિલની વાત કહી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">